અમુલ દૂધના ભાવ વધારા બાદ હવે સુરતમાં સુમુલ દૂધમાં ભાવ વધારો કરવામાં આવ્યો છે.
ટ્રાન્સપોટેશન ખર્ચ વધતા સુમુલે દૂધના ભાવમાં લિટરે 2 રૂપિયાનો વધારો કર્યો છે. જેના કારણે ગોલ્ડ દૂધ હવે 62 રૂપિયા લિટર, ગાય દૂધ હવે 50 રૂપિયા લિટર અને તાજા દૂધ હવે 48 રૂપિયા લિટરના ભાવથી મળશે. ભાવ વધારાના કારણે લોકો પર દૈનિક 24 કરોડનો બોજો પડશે.