અઢી મહિના બાદ એકવાર ફરી જનતાને મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે. એકવાર ફરી અદાણીએ CNGના ભાવમાં 1.31 રૂપિયાનો વધારો કરતા રીક્ષા ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
અદાણીએ CNGના ભાવમાં વધારો કરતા અમદાવાદમાં CNGનો ભાવ 83.90 રૂપિયાએ પહોંચ્યો છે. 2022માં CNGના ભાવમાં આઠ વખત વધારા બાદ 17 રૂપિયા વધ્યા છે. અદાણીએ CNGના ભાવમાં 1.31 રૂપિયાનો વધારો કરાતા અમદાવાદમાં હવે CNG અને ડીઝલ વચ્ચે માત્ર રૂ. 8.25 નો જ તફાવત રહી ગયો છે.
- Advertisement -
CNGના ભાવમાં વધારો કરાતા એકવાર ફરી રીક્ષા ચાલકો મેદાને આવી શકે છે
જો કે, તમને જણાવી દઇએ કે, અદાણીએ CNGના ભાવમાં વધારો કરાતા એકવાર ફરી CNG રીક્ષા ચાલકો મેદાનમાં આવી શકે છે. જો કે, અગાઉ ભાડામાં વધારો કરી આપ્યો હોવાથી હાલ વિરોધનું વંટોળ ઉભું થયું નથી.
અગાઉ રીક્ષાના મિનિમમ ભાડામાં કરાયો હતો વધારો
- Advertisement -
ઉલ્લેખનીય છે કે, નવા મહિનાની શરુઆતમાં જ ભાવમાં વધારો થતા CNGનો ઉપયોગ કરતા વાહનચાલકોની ચિંતામાં વધારો થયો છે. જે ભાવ અગાઉ 82.59 રૂપિયા હતો તેમાં 1.31 રૂપિયાનો વધારો થતાં તે વધીને 83.90 રૂપિયા થઈ ગયો છે.
વર્ષ 2022માં આઠ વખત સીએનજીના ભાવમાં વધારો કરવામાં આવ્યો
મહત્વનું છે કે, જે રીતે CNGનો ભાવ વધી રહ્યો છે તે જોતાં આગામી દિવસોમાં પેટ્રોલ-ડીઝલ અને CNG ગેસના ભાવ એકસરખા જ થઈ જવાનું લોકમુખે ચર્ચાઇ રહ્યું છે. વર્ષ 2022માં આઠ વખત સીએનજીના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. અમદાવાદમાં અગાઉ 16 એપ્રિલના રોજ 1 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. છેલ્લાં કેટલાંક સમયથી વધી રહેલા CNGના ભાવના કારણે રોષે ભરાયેલા રીક્ષા ચાલકોએ બળવો કર્યો હતો. જો કે સરકાર દ્વારા રિક્ષાના સામન્ય ભાડામાં વધારો કરી આપતા રોષ શાંત પડ્યો હતો.બીજી બાજુ પેટ્રોલના ભાવ વધતા કંટાળીને સીએનજી કીટ નાખનારા કાર ચાલકોને પણ હવે પસ્તાવાનો વારો આવી રહ્યો છે.