જયારે બાળકનું પેટ સતત વધવા લાગ્યુ ત્યારે તપાસ બાદ દુર્લભ બિમારી બહાર આવી: ઓપરેશન કરી ડોકટરોએ બાળકને બચાવ્યું
દહેરાદુનમાં એક અજબગજબ મામલો બહાર આવ્યો છે. અહી 7 મહિનાના એક બાળકના પેટમાં જીવિત ભ્રુણ મળવાથી લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે બાળકનું પેટ સતત વધવાથી માતા-પિતાએ જયારે તેને ડોકટરોને બતાવ્યુ તો હકીકત બહાર આવી હતી. એક ખાનગી હોસ્પીટલનાં ડોકટરોની ટીમે 12 ઓગસ્ટે ઓપરેશન કરીને બાળકને નવજીવન આપ્યુ હતું.
- Advertisement -
વરિષ્ઠ બાલ ચિકિત્સક ડોક્ટરે જણાવ્યું હતું કે શિશુ ‘ફીટસ-ઈન-ફીટુ (ભ્રુણની અંદર ભ્રુણ) નામની બિમારીથી ગ્રસ્ત હતું. આ અંગેની વિગત એવી છે કે કેટલાંક દિવસ પહેલા શિશુને લઈને તેના પરિવારજનો હોસ્પીટલે આવ્યા હતા અને તેને પેટ સંબંધી પરેશાની બતાવી, તપાસમાં શિશુને પેટમાં ગાંઠ હોવાની શંકા થઈ. જયારે એકસ-રે કરવામાં આવ્યો તો તેના પેટમાં ભ્રુણ હોવાનું બહાર આવ્યું હતું. બાદમાં ઓપરેશન કરી ભ્રુણ દુર કરાયા બાદ શિશુ સ્વસ્થ છે 18 ઓગસ્ટે તેને રજા અપાઈ હતી.
પાંચ લાખે કોઈ એક શિશુને આવી બિમારી
ડો.સંતોષકુમારે જણાવ્યું હતું કે ‘ફીટસ ઈન-ફીટુ’ જેવા કેસ લગભગ 5 લાખથી વધુ શિશુઓમાં કોઈ એકને થઈ શકે છે. સામાન્ય રીતે આ એકથી બે વર્ષ સુધીની વયમાં શિશુના પેટના અસામાન્ય રીતે વધવાના કારણે જ ધ્યાનમાં આવે છે. સાધારણ રીતે શીશુઓના જીવને ખતરો નથી હોતો. પણ આ કારણે અન્ય ગંભીર સ્વાસ્થ્ય સંબંધી પરેશાનીઓ થઈ શકે છે. આ અવસ્થાનો એકમાત્ર ઈલાજ ઓપરેશન જ છે.
શું છે ફીટસ-ઈન-ફીટુ
બાલ સર્જન-ચિકિત્સક ડો.સંતોષસિંહે જણાવ્યું હતું કે, ‘ફીટસ-ઈન-ફીટુ’ માનવ ભ્રુણ વિકાસની એક અત્યંત અસામાન્ય ઘટના છે. તેમાં ભ્રુણ વિકાસ સમયે અજ્ઞાત કારણે એક ભ્રુણ બીજાની અંદર વિકસીત થવા લાગે છે. બિલકુલ એક પરજીવીની જેમ અલ્ટ્રા સાઉન્ડથી તેની ખબર માના ગર્ભમાં જ મળી જાય છે પણ મોટેભાગે આવા મામલાની ખબર જન્મ બાદ થાય છે.