દેશનું સૌપ્રથમ એન્ટી સબમરીન વોરફેર શેલો વોટર ક્રાફ્ટ INS અરનાલા લોન્ચ કરવામાં આવ્યું છે. મંગળવારે, સંરક્ષણ મંત્રાલયના નાણાકીય સલાહકાર રસિકા ચૌબેએ INS અરનાલાને લોન્ચ કર્યું.
ભારતીય નૌકાદળના કાફલાની તાકાત ટૂંક સમયમાં વધવા જઈ રહી છે. દેશનું સૌપ્રથમ એન્ટી સબમરીન વોરફેર શેલો વોટર ક્રાફ્ટ INS અરનાલા લોન્ચ કરવામાં આવ્યું છે. મંગળવારે, સંરક્ષણ મંત્રાલયના નાણાકીય સલાહકાર (રક્ષણ સેવાઓ) રસિકા ચૌબેએ INS અરનાલાને લોન્ચ કર્યું. આ પ્રસંગે GRSE અને ભારતીય સશસ્ત્ર દળો, અને L&Tના અનેક વરિષ્ઠ અધિકારીઓ હાજર હતા. INS અરનાલાનું નિર્માણ ગાર્ડનરીચ શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ લિમિટેડ (GRSE) દ્વારા કરવામાં આવ્યું છે.
- Advertisement -
આ જહાજને શાંત જહાજ(સાઇલેન્ટ શિપ) પણ કહેવામાં આવે છે કારણ કે તે પાણીમાં અવાજ નથી કરતું. દરિયાકાંઠાના વિસ્તારોમાં પેટ્રોલિંગ કરવું અને દુશ્મન સબમરીનની શોધ કરવી અને જરૂર પડ્યે તેનો નાશ કરવો.
INS અરનાલાની ખાસ વિશેષતાઓ :-
- Advertisement -
– INS અરનાલાની લંબાઈ 77.6 મીટર અને પહોળાઈ 10.5 મીટર છે.
– રિકોનિસન્સ અને એસોલ્ટ મિશન માટે સંપૂર્ણ રીતે અનુકૂળ.
– નેવી અને એરફોર્સ એરક્રાફ્ટ સાથે સંકલનમાં સબમરીન વિરોધી કામગીરી હાથ ધરવા સક્ષમ.
– કોમ્બેટ મેનેજમેન્ટ સિસ્ટમ અને લાઇટ ટોર્પિડો, એન્ટી સબમરીન રોકેટથી સજ્જ.
– 7 અધિકારીઓ સાથે 57 મરીન તૈનાત કરી શકાય છે.
– મહત્તમ 47 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે.
– તેમનું નામ શિવાજીના ગઢ પરથી રખાયું
તેનું નામ મહારાષ્ટ્રમાં વસઈથી 13 કિમી ઉત્તરે આવેલા અર્નાલા દ્વીપ પરથી રાખવામાં આવ્યું છે. આ ટાપુને છત્રપતિ શિવાજીનો ગઢ માનવામાં આવતો હતો. તમને જણાવી દઈએ કે નેવી આવા 16 કોર્વેટ બનાવી રહી છે. આ તમામ 2026 ના અંત સુધીમાં પ્રાપ્ત થવાની અપેક્ષા છે. તેમને બનાવવાનો કુલ ખર્ચ 12,662 કરોડ રૂપિયા છે. ભારતમાં કામોર્તા વર્ગ, કોરા વર્ગ, ખુકરી વર્ગ, વીર વર્ગ અને અભય વર્ગના કુલ 22 કોર્વેટ છે.