– કેન્દ્રીયમંત્રીએ જી કિશન રેડ્ડીએ ટ્વીટ કરીને જાણકારી આપી
ગુજરાતના વધુ 2 ઐતિહાસિક ધરોહરને યુનેસ્કોની યાદીમાં સ્થાન; વડનગર અને મોઢેરા સૂર્યમંદિરને યુનેસ્કોની યાદીમાં સમાવેશ, કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડીએ ટવીટ કરીને આપી જાણકારી
- Advertisement -
ગુજરાતે વધુ બે સિદ્ધિ હાંસલ કરી છે. ગુજરાતના વધુ 2 ઐતિહાસિક ધરોહરને યુનેસ્કોની યાદીમાં સ્થાન મળ્યું છે. યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ યાદીમાં વધુ 2 સ્થળોનો સમાવેશ કરવામાં આવ્યો છે. વડનગર અને સૂર્યમંદિરનો યુનેસ્કોની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડીએ ટ્વીટ કરીને જાણકારી આપી છે.
યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ યાદીમાં ગુજરાતના 2 સ્થળોનો સમાવેશ
યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ યાદીમાં ગુજરાતના વધુ 2 સ્થળોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં વડનગર અને સૂર્યમંદિર મોઢેરાને યુનેસ્કોની યાદીમાં સમાવેશ કરાયો છે, કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડીએ ટ્વીટ કરીને જાણકારી આપી છે. તેમણે લખ્યું છે કે, ભારતની 3 ધરોહરને યુનેસ્કોએ સ્થાન આપ્યું છે. જેમાં એક વડનગર-ઐતિહાસિક નગર, ગુજરાત તેમજ બીજુ સૂર્ય મંદિર – મોઢેરા, ગુજરાત તેમજ ઉનાકોટી, ઉનાકોટી રેન્જ સમાવેશ કરવામાં આવ્યો છે.
મોઢેરાનું વિશ્વપ્રસિદ્ધ સૂર્ય મંદિરની બનાવટ અને તેનું નકશી કામ અદભૂત
અમદાવાદથી લગભગ 100 કિલોમીટર અને જિલ્લાના વડુમથક મહેસાણાથી લગભગ 25 કિલોમીટરના અંતરે આવેલા વિશ્વપ્રસિદ્ધ મોઢેરા આવેલું છે. અહીં પહોંચતા જ એક નવો અહેસાસ થશે. કારણ કે અહીં જાણે કોઈ પર્વતિયાળ ગામમાં આવ્યા હોય… મોઢેરા મેદાની પ્રદેશમાં આવેલા છે. આ પર્વતિયાળ પ્રદેશ નથી. પરંતુ મોઢેરામાં રહેલા મકાનોને જોઈએ તો એવું લાગે કે તે કોઈ ટેકરા પર કે પર્વત પર બનેલા હોય. પુષ્પાવતી નદીના કિનારે આવેલા આ સૂર્યમંદિરની બનાવટ અને તેનું નક્સી અદભૂત, અવિસ્મરણીય છે. એટલું અદભૂત છે કે તેને શબ્દોમાં ન વર્ણવી શકાય. સાચી મજા તો ત્યાં પહોંચીને જ લઈ શકાય.
- Advertisement -
Congratulations India!
India adds 3 more sites to @UNESCO’s Tentative List:
01 Vadnagar- A multi-layered Historic town, Gujarat
02 Sun Temple, Modhera and its adjoining monuments
03 Rock-cut Sculptures and Reliefs of the Unakoti, Unakoti Range, Unakoti District pic.twitter.com/CAarM4BfnE
— G Kishan Reddy (@kishanreddybjp) December 20, 2022
સૂર્યમંદિરનું નિર્માણ રાજ વંશ સોલંકી કુળે કર્યું
સૂર્યમંદિરનું નિર્માણ કરાવનારો રાજ વંશ સોલંકી કુળનો હતો. સોલંકી વંશને સૂર્યવંશી પણ કહેવાતો હતો. તેઓ સૂર્યને કુળદેવતાના રૂપમાં પૂજતા હતા તેથી તેમણે પોતાના આદ્ય દેવતાની આરાધના માટે એક ભવ્ય સૂર્ય મંદિર બનાવવાનો નિર્ણય કર્યો અને આ પ્રકાર મોઢેરાના સૂર્યમંદિરે આકાર લીધો. ભારતમાં ઓડિસાના કોર્ણાક અને બીજુ ગુજરાતના મોઢેરામાં આવેલું છે.
મોઢેરા સૂર્યમંદિરનું વાસ્તુશિલ્પ
શિલ્પકલાન અદ્દભૂત ઉદાહરણ રજૂ કરનારુ આ વિશ્વપ્રસિધ્ધ મંદિરની સૌથી મોટી ખાસિયત એ છે કે સમગ્ર મંદિરના નિર્માણમાં ક્યાય પણ ચૂનાનો ઉપયોગ નથી કરવામાં આવ્યો. ઈરાની શૈલીમાં નિર્મિત આ મંદિરને સોલંકી ભીમદેવે બે ભાગમાં નિર્મિત કરાવ્યું હતું. પહેલો ભાગ ગર્ભગૃહનો અને બીજુ સભામંડપનો છે. મંદિરના ગર્ભગૃહના અંદરની લંબાઈ 51 ફૂટ, 9 ઈંચ અને પહોળાઈ 25 ફૂટ 8 ઈંચની છે.
મંદિરના સ્તંભો પર વિવિધ રામાયણ-મહાભારતના પ્રસંગોની કોતરણી
મંદિરના સભામંડપમાં કુલ 52 સ્તંભ છે. આ સ્તંભો પર વિવિધ દેવી-દેવતાઓના ચિત્રો અને રામાયણ અને મહાભારતના પ્રસંગોને કોતરીને તૈયાર કરાયા છે. આ સ્તંભોને નીચેની તરફ જોતા તેઓ અષ્ટકોણાકાર અને ઉપરની તરફ જોતા એ ગોળ દેખાય છે. તો સૂર્યમંદિરની મુલાકાતે ન માત્ર દેશ પરંતુ વિદેશ પણ અનેક લોકો આવે છે.
સૂર્યનું પ્રથમ કિરણ મંદિરના ગર્ભગૃહમાં પડે છે
આ મંદિરની એક ખાસિયત છે કે સૂર્યનું પહેલુ કિરણ મંદિરના ગર્ભગૃહમાં પડે છે. તેના કારણે મંદિર ઝળહળી ઉઠે છે. તો આ જ મંદિરની આગળના ભાગમાં એક વિશાળ કુંડ આવેલો છે. જેને સૂર્ય કુંડ કે રામ કુંડ કહેવામાં આવે છે. તો અલ્લાઉદ્દીન ખિલજીએ પોતાના આક્રમણ દરમિયાન મંદિરને ખૂબ જ નુકશાન પહોંચાડ્યુ હતું અને મંદિરની મૂર્તિઓ તોડફોડ કરી હતી.
વડનગરની વિશેષતાઓ
વડનગરમાં આવેલું ગુજરાતની શાન એવું કિર્તી તોરણ, તાનારીરીની સમાધિ, શર્મિષ્ઠા તળાવ, બૌદ્ધ વિરાસત, પ્રસિદ્ધ હાટકેશ્વર મંદિર તેમજ પુરાતત્વ વિભાગના ઉત્ખનન દરમિયાન ઘણી બધી ઐતિહાસિક બાબતો મળી આવેલી છે
વડનગરનું હાટકેશ્વર મંદિર
વડનગરમાં લગભગ 2000 વર્ષ જુનુ ઐતિહાસિક હાટકેશ્વર મંદિર આવેલું છે. અહીં દુર દુરથી શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવે છે. શહેરની બહાર 17મીં સદીમાં બનેલું આ તીર્થસ્થળ હાટકેશ્રર મહાદેવને સમર્પિત છે. જે વડનગર બ્રાહ્મણોના પ્રમુખ દેવતા છે. આ મંદિરનું નિર્માણ ભારતીય શાસ્ત્રીય શૈલીમાં કરવામાં આવ્યું હતું.