પોરબંદરના મોચા ગામેથી ચરસના જથ્થાનું કનેકશન કેશોદમાં નિકળ્યું
ખાસ-ખબર સંવાદદાતા
પોરબંદરની દરિયાઇ પટ્ટી વિસ્તારમાં આવેલ મોચા ગામેથી 11 લાખના ચરસના જથ્થા સાથે એક શખ્સને ઝપડી પાડ્યા બાદ રિમાન્ડ દરમિયાન કેશોદના શખ્સને જથ્થો વેચ્યા હોવાનું તપાસમાં બહાર આવતા પોરબંદર પોલીસે કેશોદ જઇને યોગેશ્ર્વર ધામ પંચનાથ મહાદેવ મંદિર પાસે રહેતા ધર્મેન્દ્ર વલ્લભભાઇ કોઠડીયાની રૂા.3.25 લાખના ચરસના મુદ્દામાલ સાથે ધરપકડ કરી હતી અને રિમાન્ડ પુરી થતા જેલ હવાલે કરાયો હતો. જયારે દોઢ લાખના ચરસના બે પેકેટ કેશોદમાં વેંચયા હોવાની કબુલાતના આધારે તપાસ કરતા વધુ નશીલા પર્દાથનું જથ્થો પોલીસને મળી આવ્યો હતો.
કેશોદના શખ્સ પાસેથી વધુ 2.139 કિલોગ્રામ ચરસનો જથ્થો ઝડપાયો
