આગામી આદેશો સુધી ઇનસોલ્વન્સી રિઝોલ્યુશન પ્રોફેશનલની નિમણૂક ન કરવા આદેશ
રિલાયન્સ કમ્યુનિકેશન્સના માલિક અનિલ અંબાણીને નાદારી કેસમાં દિલ્હી હાઈકોર્ટથી મોટી રાહત મળી છે. અદાલતે અનિલ અંબાણીને નાદારી કાર્યવાહી પર રોક લગાવતાં, આગામી ઓર્ડર સુધી તેમની સંપત્તિ વેચવા નહીં જણાવ્યું છે.
અંબાણીએ પોતાની અરજીમાં ઉદ્યોગપતિ લલિત જૈનના કેસમાં તાજેતરના આદેશનો હવાલો આપ્યો હતો, જેમાં દિલ્હી હાઈકોર્ટે નાદારી કાર્યવાહી પર સ્ટે મુક્યો હતો અને MCA, આઈબીબીઆઈ અને કાયદા મંત્રાલયને નોટિસ ફટકારી હતી.
- Advertisement -
દિલ્હી હાઈકોર્ટની બેંચે ગુરુવારે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલની મુંબઇ શાખાને અનિલ અંબાણીની સંપત્તિ અંગેના આગામી આદેશો સુધી ઇનસોલ્વન્સી રિઝોલ્યુશન પ્રોફેશનલની નિમણૂક ન કરવા આદેશ આપ્યો છે. બેંચમાં જસ્ટિસ વિપિન સાંઘી અને જસ્ટિસ રજનીશ ભટનાગર સામેલ હતાં. કોર્ટે આગામી સુનાવણી 6 ઑક્ટોબરે રાખી છે અને તમામ પક્ષોને આગામી તારીખ પહેલાં પોતાનો જવાબ ફાઇલ કરવા આદેશ આપ્યો છે.
અનિલ અંબાણીએ રિલાયન્સ કમ્યુનિકેશન્સ (RCom) અને રિલાયન્સ ઈન્ફ્રાટેલ દ્વારા લીધેલી લોન માટે અનિલ અંબાણી વ્યક્તિગ બાંહેધારી લીધી હતી. જેના માટે IRP નિયુક્તિને પડકારતી યાચિકામાં એ જ આધાર હેઠળ રાહત માંગવામાં આવી જે રીતે લલિત જૈને માંગી હતી. આ મામલાથી પરિચિત વકીલે કહ્યું કે કોર્ટે બંને કેસને સાથે લાવવા અને તેમની સાથે સુનાવણી કરવાનો નિર્ણય લીધો છે. હાઈકોર્ટે અંબાણીને હવે વચગાળાની રાહત આપી દીધી છે અને નાદારી અને નાદારી કોડ (IBC) ના ભાગ 3 હેઠળ તેમની વિરુદ્ધ શરૂ કરેલી કાર્યવાહી પર સ્ટે મુક્યો છે. અનિલ અંબાણીએ આરકોમ અને રિલાયન્સ ઈન્ફ્રાટેલ વતી SBI પાસેથી 1,200 કરોડની લોન માટે વ્યક્તિગત ગેરંટી લીધી હતી