એક કેન્દ્રમાં આઠ દિવસનું બોર્ડ લાગી ગયું તો બીજું કેન્દ્ર ચાર મહિનાથી બંધ છે
ખાસ-ખબર સંવાદદાતા
માણાવદરમાં આધારકાર્ડ ની કામગીરી કથળી ગઈ હોય તેમ બંધ થઈ ગઈ છે તો એક કેન્દ્ર પર તો આઠ દિવસ કામગીરી બંધ રહેશે તેવા બોર્ડ પણ લાગી ગયા તો બીજા આધારકાર્ડ કેન્દ્ર તો ચાર મહિનાથી બંધ હાલતમાં છે ત્યારે તાત્કાલિક આધાર કાર્ડ કેન્દ્ર શરૂ થાય તેવી માંગ ઉઠી છે. માણાવદર શહેરમાં ગાંધી ચોક ખાતે આવેલ જૂની મામલતદાર કચેરી અને માવજી જીણા સોસાયટીમાં આઈસીડીએસ કચેરી ખાતે બે સ્થળ ઉપર આધારકાર્ડ ની કામગીરી કરવામાં આવી રહી છે. પરંતુ આ બંને કેન્દ્રો આધાર કાર્ડની કામગીરી બંધ હાલતમાં જોવા મળી રહી છે. જેમાં ગાંધી ચોક ખાતે આવેલ જૂની મામલતદાર કચેરીમાં આઠ દિવસ આધાર કાર્ડની કામગીરી બંધ રહેશે તેવા બોર્ડ પણ લાગી ગયા. પરંતુ આ આઠ દિવસ ક્યારે પૂરા થશે તે પણ સવાલ ઉઠ્યા છે કેમ કે આ બોર્ડ ઉપર આ કામગીરી કઈ તારીખે શરૂ કરવામાં આવશે તેવું કોઈ લખવામાં આવેલ નથી તો બીજી તરફ માવજી જીણા સોસાયટીમાં આવેલ આઇસીડીએસ કચેરી ખાતે પણ ચાર મહિનાથી વધુ સમયથી આધાર કાર્ડની કામગીરી બંધન જોવા મળી રહી છે ત્યારે આધાર કાર્ડ ની કામગીરી બંધ હોવાથી તાલુકાની જનતા બંને કેન્દ્રો ઉપર ધક્કા ખાઈ રહી છે.
માણાવદરમાં આધાર કાર્ડની કામગીરી ઠપ થતા લોકોમાં રોષ
