જાગૃત નાગરિકે વિડીયો વાયરલ કરી આંગણવાડીનું કૌભાંડ બહાર પાડ્યું
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.7
રાજ્યમાં ભ્રષ્ટાચારની ભરમાર ચાલી રહી છે ત્યારે ખાધ પદાર્થની ચીજ વસ્તુઓથી માંડીને અધિકારીઓ સુધી નકલી ચાલી રહ્યું છે તેવામાં ભ્રષ્ટાચારીઓ દ્વારા હવે બાળકોના ભાગનું ભોજન પણ છોડ્યું નથી. રાજ્યમાં સૌથી મોટો ભ્રષ્ટાચાર આંગણવાડી અને મધ્યાહન ભોજનમાં ચાલી રહ્યો છે જેના અનેક કિસ્સા પ્રકાશમાં આવ્યા છે ત્યારે આંગણવાડી ખાતે ભ્રષ્ટાચાર થતો હોવાનો વધુ એક કિસ્સો સુરેન્દ્રનગર જિલ્લામાં પણ સામે આવ્યો હતો જેમાં મૂળી તાલુકાના સરા ગામે આવેલી આંગણવાડી કેન્દ્રમાંથી રાતના અંધારામાં બાળકો માટે સરકાર દ્વારા આપવામાં આવતા પ્રોષ્ટીક આહારના પેકેટ બરોબર વેચાણ થતાં હોવાનો પર્દાફાશ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. સરા ગામની એક આંગણવાડી કેન્દ્રમાં રાત્રીના સમયે આંગણવાડીના સંચાલકો દ્વારા જ સરકારમાંથી આવતા બાળકો માટેના પ્રોષ્ટીક આહારના પેકેટો ખાનગી વ્યક્તિને પધરાવવામાં આવતા હોવાનો સ્થાનિક જાગૃત નાગરિક દ્વારા વિડિયો પોતાના મોબાઈલમાં ઉતારી વાઇરલ કરાયો હતો.
- Advertisement -
આંગણવાડી કેન્દ્રનો સરકારી આહાર બરોબર સગેવગે કરતા સંચાલકોને રંગે હાથે પકડનાર જાગૃત નાગરિક રાજુભાઈ સોલંકી દ્વારા જણાવાયું હતું કે “બાળકોને પ્રોષ્ટિક આહાર મળી રહે તે માટે સરકાર દ્વારા આંગણવાડીમાં ખાધ સામગ્રીના પેકેટ આપવામાં આવે છે પરંતુ સરા ગામની આંગણવાડીમાં બાળકોના ભાગની 80 પેકેટો વેચી માર્યા હતા અને આ પ્રકારે દર મહિને સંચાલકો ચીજો વેચાણ કરતા હોવાનો પણ આક્ષેપ કરાયો હતો. ત્યારે આ પ્રકારે માત્ર સરા ગામે જ નહિ પરંતુ સુરેન્દ્રનગર જિલ્લાના મોટાભાગની આંગણવાડી કેન્દ્રોમાં બાળકોના ભાગની ખાદ્યપદાર્થોની સામગ્રી બરોબર વેચાણ થતી હોવાની અનેક ફરિયાદો ઉઠી હતી. તેવામાં હાલ તો સરા ગામે જે આંગણવાડી કેન્દ્રમાંથી બાળકોના પ્રોષ્ટિક આહારના પકેટો વેચાણ થતાં હતા તે આંગણવાડીના સંચાલક સામે કેવા પ્રકારના પગલાં ભરાય છે તેના પર સૌની મીટ મંડાયેલી છે.
પેકેટનો ઉપયોગ પશુના દૂધમાં ફેટનો વધારા માટે કરાય છે
આંગણવાડી ખાતે બાળકોને નાસ્તામાં સુખડી આપવામાં આપે છે અને આ સુખડી બનાવવા માટે જે પ્રોષ્ટિક આહાર (લોટ) માટેના પેકેટો સરકાર દ્વારા દરેક આંગણવાડી કેન્દ્રને ફાળવવામાં આવે છે તે બજારમાં મળતા નથી સાથે જ આ સુખડીનો લોટ પશું પાલકો પોતાના દુધાળા પશુઓને આપે છે જેથી દૂધમાં ફેટનું પ્રમાણ વધે છે.
- Advertisement -
પેકેટ લેવા માટે પશુ પાલકો એડવાન્સ રૂપિયા આપે છે
આંગણવાડી સિવાય બજારમાં નહિ મળતાં સુખડીના પેકેટ પશું પાલકો માટે ખુબજ ઉપયોગમાં લેવાય છે. જે પેકેટને લેવા માટે પશું પાલકો આંગણવાડી સંચાલકને એડવાન્સ રૂપિયા આપે છે.