આંધ્ર પ્રદેશ સરકારે રાયભરમાં કોરોના કરયૂ ૨૦ જૂન સુધી લંબાવવાની જાહેરાત કરી હતી. જોકે, કરયૂની અવધિમાં દિવસમાં બે કલાકનો ઘટાડો કરવામાં આવ્યો છે અને ૧૦ જૂન પછી બપોરે બે વાગ્યાથી સવારે છ વાગ્યા સુધી કરયૂ અમલમાં રહેશે.
કોરોનાને કારણે રાયમાં પાંચ મેના કરયૂ લાગૂ કરવામાં આવ્યો હતો. કરયૂ ૧૦ જૂને સમા થવાનો હતો, પણ રોગચાળાની પરિસ્થિતિની સમીક્ષા માટે બોલાવવામાં આવેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં મુખ્ય પ્રધાને કરયૂ લંબાવવાનો નિર્ણય લીધો હતો અને જણાવ્યું હતું કે ૨૦ જૂન સુધી સરકારી કચેરીઓ સવારે આઠથી બપોરે બે વાગ્યા સુધી કામ કરશે.
રાયમાં કોરોનાના કેસમાં છેલ્લા બે અઠવાડિયામાં નોંધપાત્ર ઘટાડો થયો છે અને દૈનિક પોઝિટિવિટી રેટમાં પણ ઘટાડો થયો છે, જેને કારણે હોસ્પિટલમાં ધસારો ઓછો થયો છે અને જનરલ તથા આઇસીયુ એમ બંને કેટેગરીમાં બેડની ઉપલબ્ધતા વધી છે. રાયમાં આકિસજનની માગમાં પણ ઘટાડો થયો છે.
- Advertisement -
હરિયાણા સરકારે રાયમાં લોકડાઉનને ૧૪ જૂન સુધી લંબાવવાની જાહેરાત કરી હતી. જોકે, તેમણે લોકડાઉન દરમિયાન લગાવવામાં આવેલા નિયંત્રણો હળવાં કરવાની પણ જાહેરાત કરી હતી.
હરિયાણામાં કોરોના પોઝિટિવિટી રેટમાં અને કોરોનાના નવા કેસમાં ઘટાડો થયો છે. કોરોના મહામારીના નિવારણ માટે અને સાવચેતીપે સરકારે રાયમાં ૭ જૂનથી ૧૪ જૂન (સવારે પાંચ વાગ્યા) સુધી મહામારી સામે સાવચેતી-સુરક્ષિત હરિયાણા અભિયાન ચાલુ કયુ છે. રાયમાં દુકાનો, શોપીંગ મોલ્સ ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ધાર્મિક સ્થળોને ખોલવાની પણ મંજૂરી આપવામાં આવી છે. જોકે, એમાં એક સમયે ૨૧થી વધુ લોકો ઉપસ્થિત નહીં રહી શકે. કોર્પેારેટ આફિસોને સોશિયલ ડિસ્ટન્સિંગના ધોરણોનું પાલન કરીને ૫૦ ટકા સ્ટાફ સાથે આફિસ ચાલુ કરવાની મંજૂરી આપવામાં આવી છે. લ સમારંભ, આંતિમવિધિમાં ૨૧ લોકોને હાજર રહેવાની મંજૂરી આપવામાં આવી છે. જોકે, લપ્રસંગે બારાતને મંજૂરી આપવામાં નથી આવી.
તમિળનાડુમાં જીવન જરિયાતની વસ્તુઓની દુકાનો ખોલવા અને સરકારી કાર્યાલયો શ કરવાની છૂટ આપવા સાથે મુખ્ય પ્રધાન એમ. કે. સ્ટાલિને રાયમાં ૧૪મી જૂન સુધી લોકડાઉન લંબાવવાની જાહેરાત કરી હતી.
- Advertisement -
તમિળનાડુમાં કોવિડ-૧૯ની સ્થિતિમાં સુધારો થયો છે, પણ કોઇમમ્બતોર અને નીલગિરિ સહિત ૧૧ જિલ્લામાં લોકડાઉન કેસની સંખ્યામાં વધારો નોંધાયો હતો.
રાયમાં કરિયાણાની દુકાનો, શાકભાજીની દુકાનો, માંસ-મચ્છીની દુકાનો, સડક પર ફલો અને અન્ય વસ્તુઓ વેચતા ફેરિયાઓને સવારે છ વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી પોતાની વસ્તુઓ વેચવાની છૂટ અપાઈ છે. સરકારી કાર્યાલયો ૩૦ ટકા હાજરી સાથે કાર્યરત રહેશે. માચીસ બનાવતા કારખાના પચાસ ટકા હાજરી સાથે કામ કરી શકશે. સબ-રજિસ્ટ્રાર કાર્યાલયમાં પચાસ ટકા ટોકન આપવામાં આવશે.
ઉત્તરાખંડમાં કોરોના લોકડાઉન ૧૫ જૂન સુધી એટલે કે એક અઠવાડિયા માટે લંબાવવામાં આવ્યું હતું. ૧૫ જૂન સવારે ૬ વાગ્યા સુધી લોકડાઉન અમલમાં રહેશે. અગાઉનું લોકડાઉન આઠ જૂને સવારે ૬ વાગે સમા થવાનું હતું.
લોકડાઉન દરમિયાન લોકોને વેકિસન લેવા માટે બહાર નીકળવાની છૂટ આપવામાં આવી છે. લ સમારંભમાં ૭૨ કલાક કરતા ઓછા જૂના સમયનો નેગેટિવ આરટી-પીસીઆર રિપોર્ટ ધરાવનાર ફકત ૨૦ લોકો જ હાજરી આપી શકશે. એવી જ રીતે અંતિમવિધિમાં પણ ૨૦ જણ જ હાજરી આપી શકશે. દૂધ, માંસ, મચ્છી, ફળ, શાકભાજી જેવી જીવનઆવશ્યક વસ્તુઓની દુકાનો સવારે આઠથી ૧૨ વાગ્યા સુધી ચાલુ રહેશે. જાહેર વિતરણ સેવા (રાશનની દુકાન) પણ સવારે આઠથી બાર દરમિયાન ચાલુ રહેશે. ૯ જૂન અને ૧૪ જૂને સવારે આઠ વાગ્યાથી એક વાગ્યા સુધી અનાજ કરિયાણા અને સ્ટેશનરીની દુકાનને ચાલુ રાખવાની છૂટ આપવામાં આવી છે.
લોકડાઉનમાં શૈક્ષણિક સંસ્થા, કોચીંગ કલાસ, સિનેમા હોલ્સ, શોપીંગ મોલ્સ, સ્ટેડિયમ, જીમ અને રેસ્ટોરાં બધં રહેશે. મેડિકલ દુકાનો અને ટેસ્ટિંગ લેબ્સ ૨૪ કલાક ચાલુ રહેશે. બેંકનું કામકાજ સવારે ૧૦થી ૨ વાગ્યા સુધી ચાલશે.