આંધ્રપ્રદેશનાં નાયબ મુખ્યમંત્રી અને તેલુગુ ફિલ્મોના સુપરસ્ટાર પવન કલ્યાણે જન પ્રતિનિધિ તરીકેનું વેતન લેવા ઈન્કાર કરી દીધો છે. તેઓ પ્રખ્યાત અભિનેતા ચિરંજીવી અને નાગેન્દ્ર બાબુનાં નાનાભાઈ છે. તથા જનસેવા પક્ષનાં અધ્યક્ષ છે.
પવન કલ્યાણ ઉપ મુખ્યમંત્રી ઉપરાંત પંચાયતી રાજ વિભાગનાં પણ પ્રધાન છે. રાજયની ખરાબ આર્થિક સ્થિતિનાં કારણે વેતન નહિ લેવાનું જાહેર કર્યુ છે. કોઈ ભથ્થા પણ લેશે નહિં. ઉલ્લેખનીય છે કે 55 વર્ષનાં સુપરસ્ટારની કુલ સંપતી 164.53 કરોડ છે.