ચોરવાડમાં અંબાણી પરિવારે માતાજીના આશીર્વાદ લીધા
ધિરુભાઈ અને કોકિલાબેનની લગ્નતિથિના દિવસે અનંત અને રાધિકાના પ્રસંગની ઉજવણી કરી
- Advertisement -
ચોરવાડના લોકોના આશીર્વાદ લેવા આવ્યા છીએ: અનંત અંબાણી
ચોરવાડના લોકોને કદી ન ભૂલી શકીએ: કોકિલાબેન અંબાણી
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.13
- Advertisement -
જૂનાગઢ જિલ્લાનું ચોરવાડ ગામ ધિરુભાઈ અંબાણીનું માદરે વતન અને કર્મ ભુમીમાં ગઈકાલ અંબાણી પરિવાર દ્વારા અનંત અંબાણી અને રાધિકા અંબાણી લગ્ન પ્રસંગની ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી હતી જેમાં સમગ્ર ગ્રામજનો માટે ભવ્ય ભોજન સમારંભ સાથે લોકસાહિત્ય સંસ્કૃતિ સભર લોકડાયરાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે અંબાણી પરિવાર સાથે નવ દંપતી અનંત અને રાધિકાએ ચોરવાડી માતાજીના દર્શન કરીને આશીર્વાદ લીધા હતા. જામનગરમાં અનંત અને રાધિકાનું પ્રિવેડિંગ લગ્ન પ્રસંગે દેશ દુનિયાની હસ્તીઓ અને સેલિબ્રિટીની ઉપસ્થિતિમાં લગ્ન પ્રસંગ ભવ્ય રીતે ઉજવાયા બાદ ધિરુભાઈના માદરે વતન ચોરવાડમાં ગઈકાલ અંબાણી પરીવાર પધાર્યા હતા અને ગ્રામજનોને મળીને આશીર્વાદ લીધા હતા અને સમગ્ર ગ્રામજનો માટે ભવ્ય ભોજન સમારંભ સાથે કિર્તીદાન ગઢવી સહીત નામાંકિત કલાકારો દ્વારા લોકડાયરોનું આયોજન કરાયું હતું.
અંબાણી પરિવારના લગ્ન પ્રસંગે કોકિલાબેને ચોરવાડ ગ્રામજનો સાથે મંચ પરથી વાત કરતા જણાવ્યું હતું મારા અને ધિરુભાઈના લગ્ન ચોરવાડમાં તા.12 માર્ચ એટલે 70 વર્ષ પેહલા થયા હતા જોગાનું જોગ આજે પણ 12 માર્ચ છે એટલે અનંત અને રાધીકાના લગ્ન પ્રસંગે ચોરવાડમાં પધાર્યા છે.અને ચોરવાડી માતાજીના આશીર્વાદ લેવાની સાથે ગ્રામના લોકોને મળવાનો આનંદ થયો છે.વધુમાં કહ્યું હતું કે, જામનગરમાં અનંત અને રાધિકાનું પ્રિવેડિંગ કરીને જામનગરનો દેશ દુનિયામાં ડંકો વગાડયો છે.ત્યારે ચોરવાડને પણ ખુબ યાદ કરીયે છે.
કારણકે એક સમયે રિલાયન્સ શરૂઆત ધિરુભાઈએ ચોરવાડથી શરુ કરી હતી ત્યારે ચોરવાડ ગ્રામજનો પણ ખુબ આગળ આવે તેવી શુભ કામના પાઠવી હતી. આ લગ્ન પ્રસંગે અનંત અંબાણીએ ચોરવાડના લોકો સાથે મંચ પરથી વાતચીત કરતા કહ્યું હતું કે, મારા દાદાજી ના ગામના લોકોના આશીર્વાદ લેવા આવ્યા છે.અને જૂંડ ભવાની માતાજીના આશીર્વાદ પણ લેવા પધાર્યા છે.ત્યારે જે રીતે મારા દાદાજીએ ચોરવાડથી શરૂઆત કરીને અને દેશ અને દુનિયામાં ડંકો વગાડયો એજ રીતે ચોરવાડના લોકો દાદાજીની પ્રેરણા લઈને આગળ આવે અને 10 વર્ષમાં 10 લોકો મારા દાદાજી ધિરુભાઈની જેમ ઉભા થવા જોઈએ અને ચોરવાડ મારા દાદાજીની ઘણી યાદો છે.તે ભુલાશે નહિ સમગ્ર ગામ આજે ભોજન સમારંભમાં પ્રેમથી જમજો અને અમને આશીર્વાદ આપશો તેવી સમગ્ર ગ્રામજનોને શુભકામના પાઠવી હતી આ પ્રસંગે સાંસદ રાજેશ ચુડાસમા અને સોમનાથ ધારાસભ્ય વિમલ ચુડાસમા સહીત ચોરવાડના વડીલો સહીત લોકો ઉપસ્થિત રહ્યા હતા.