શ્ર્વાસની બિમારીથી કંટાળીને મોતને વ્હાલું કર્યુ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.1
બીમારીથી કંટાળી ઝાંઝરડાના વૃદ્ધએ એપાર્ટમેન્ટના પાર્કિંગમાં અગ્નિસ્નાન કરી લેતા તેનું સ્થળ પર જ મૃત્યુ નિપજ્યુ હતુ. જૂનાગઢ પાસેના ઝાંઝરડા ગામમાં શ્રીનાથજી પાર્કમાં આવેલ વૃંદાવન એપાર્ટમેન્ટ બી/વીંગ બ્લોક નં.101માં દીકરી સાથે રહેતા 70 વર્ષીય દેવરાજભાઇ ભુરાભાઇ કનેરિયાએ બપોરના અરસામાં દીકરી બાળકોને લવા ગયા હતા ત્યારે પાછળથી વૃદ્ધએ એપાર્ટમેન્ટના પાર્કીંગમાં શરીર પર જવલંત પદાર્થ છાંટી અગ્નિસ્નાન કરી લેતા આસપાસના રહીશોએ દોડી આવી દેવરાજભાઇને બચાવવાની કોશિષ કરી હતી.
- Advertisement -
આ અંગેની જાણ થતા 108 એમ્બ્યુલન્સ પહોંચી હતી પરંતુ તબીબ વૃદ્ધને ગંભીર રીતે દાઝી જવાથી મૃત્યુ જાહેર કર્યા હતા. તાલુકા પોલીસ સુત્રોના અનુસાર મૃતક વૃદ્ધને માનસીક બીમારી હતી અને દીકરી જમાઇ સાથે રહેતા હતા માનસીક બીમારીથી કંટાળી આપઘાત કરી લીધો હતો. આ અંગેની પોલીસ ફરિયાદ થતા પોલીસે તપાસ હાથ ધરી છે.



