ખાસ-ખબર સંવાદદાતા
જુનાગઢ બહાઉદ્દીન કોલેજ ખાતે ઇન્ટર ક્લાસ રસ્સા ખેંચ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં કુલ 40 જેટલા ખેલાડી ભાઈઓએ અને 16 જેટલી ખેલાડી બહેનોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં ભાઇઓની કુલ 4 અને બહેનોની કુલ 2 ટીમ બનાવવામાં આવી હતી અને તેમની વચ્ચે નોકઆઉટ પધ્ધતિ પ્રમાણે સ્પર્ધા રમાડવામાં આવી હતી. સ્પર્ધાના અંતે વિજેતા થનાર ટીમનો અધ્યાપકો સામે મેચ રમાડવામાં આવ્યો હતો. આ સ્પર્ધાનો હેતુ ભારતીય ગ્રામીણ રમતોને પ્રોત્સાહન આપવું અને તેનો પ્રચાર પ્રસાર કરવાનો હતો. વિદ્યાર્થીઓમાં રસ્સા ખેંચ રમત પ્રત્યે રસરુચિ વધે તથા તેમનામાં ખેલદિલી, દેશભક્તિ અને સારા સ્વાસ્થયનું નિર્માણ થાય તેવા ઉદેશ્ય સાથે આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર સ્પર્ધાનું સંચાલન પંચ પ્રકલ્પ સમિતિ અધ્યક્ષ ડો. ચંદ્રકાંત એમ. વણકર અને પી.ટી.આઈ. ડો. એમ. આર. કુરેશીએ અત્રેની કોલેજના આચાર્યશ્રી ડો. પી. વી. બારસીયાસાહેબના માર્ગદર્શન હેઠળ કર્યું હતું.
આ સ્પર્ધાની વ્યવસ્થામાં મદદરૂપ થવા માટે બહાઉદ્દીન આર્ટ્સ કોલેજ તેમજ કાર્યરત ગ.જ.જ. યુનિટના પ્રોગ્રામ ઓફિસર એચ.એમ.રાજ્યગુરૂ તથા સ્વયંસેવક ભાઈઓએ સેવા આપી હતી.
બહાઉદ્દીન કોલેજમાં ફિટ ઈન્ડિયા અંતર્ગત ઇન્ટરક્લાસ રસ્સા ખેંચ સ્પર્ધા યોજાઇ
