આજે દેશભરમાં હનુમાન જન્મોત્સવની ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. હનુમાનજીના મંદિરોમાં વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. ત્યારે આજે આપણે હનુમાન જન્મોત્સવના અવસરે વાત કરીશું સંપૂર્ણ રીતે સ્ક્રેપ-મેટલમાંથી બનેલી 8.5 ફૂટ ઊંચી અને 350 કિલોગ્રામ વજન ધરાવતી હનુમાનજીની પ્રતિમા વિશે. ઈન્દોરના આર્ટિસ્ટે બનાવેલી આ પ્રતિમા આગામી મહિને ગોધરામાં સ્થાપિત થવાની છે.
ડિઝાઈન બનાવવામાં 2-3 મહિના લાગ્યા
હનુમાનજીની આ પ્રતિમાને ડિઝાઈન કરવામાં 2-3 મહિના લાગ્યા. ડિઝાઈનમાં પ્રપોશન-ડાયમેન્શન સેટ કરાયું. આ પ્રતિમામાં બ્રાસની કઢાઈ, થાળી અને સ્ટેનલેસ સ્ટીલના પાઈપ લાગેલા છે. એસએસની શીટો પણ લાગેલી છે. ગાડીઓની સ્પ્રિંગ, ગિયર બેરિંગ એમ અલગ-અલગ પ્રકારના સ્ક્રેપથી બનાવવામાં આવ્યું છે.’
- Advertisement -
હનુમાન ચાલીસા
હનુમાનજીની પ્રતિમા બનાવવા માટે હનુમાન ચાલીસાનો પણ અનુવાદ કર્યો. સૌથી મોટી ચેલેન્જ હનુમાનજીની પ્રતિમા બનાવવામાં આવે છે તે છે કે, હનુમાનજીનું શરીર એકદમ હેલ્ધી છે. હનુમાનજી બળશાળી છે. આ સાથે જ હનુમાનજીનો ચહેરો ઘણો સૌમ્ય હોય છે. તે સોફ્ટનેસ અને નમ્રતા ચહેરા પર લાવવી ખૂબ જ મોટી ચેલેન્જ હતી.
ક્યાં ક્યાં મેટરિયલ ઉપયોગ થયો છે
સ્ટેનલેસ સ્ટીલ, બ્રાસ, માઈલ્ડ સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેમ કે બ્રાસની થાળી છે, તો તેને ક્યાં ઉપયોગમાં લેવી છે, કેવી રીતે ઉપયોગ કરવી છે, તે પ્રકારે કાપીને ફિટ કરવામાં આવી છે.
- Advertisement -
કેટલો સમય લાગ્યો
હનુમાનજીની આ પ્રતિમા બનાવવામાં કુલ 1 વર્ષનો સમય લાગ્યો છે. ડિઝાઈનથી લઈને મેટેરિયલ ભેગું કરવાથી શરૂ કરીને ફાઈનલ ફ્રેબિકેશન સુધી.