ખાસ-ખબર સંવાદદાતા
સમગ્ર શિક્ષા, શિક્ષણ વિભાગ દીવ દ્વારા દિવ્યાંગ બાળકોને જરૂરી સાધન સામગ્રી મળે તે માટે “એ એલ એમ આઈ સી ઓ ” જબલપુરથી નિષ્ણાંત ડોક્ટરો દ્વારા દિવ્યાંગ બાળકો માટે મૂલ્યાંકન શિબિર યોજાઈ. આ શિબિરમાં દીવ જિલ્લાની ધો. 1 થી 12 ધોરણના કુલ 28 બાળકો ઉપસ્થિત રહ્યા. અકખઈંઈઘ જબલપુર સંસ્થામાંથી ડો. મનીષ પ્રકાશ, ડો. નરેશ મહેતા, ડો. અક્ષયકુમાર મોર અને નરેન્દ્ર કુમાર ઉપસ્થિત રહી બાળકોનું મૂલ્યાંકન કર્યું. જેના આધારે બાળકોને જરૂરી સાધનો વિતરણ કરવામાં આવશે. આ કેમ્પ આઈ. ડી. વિભાગના તજજ્ઞ હિતેશ ચાવડા અને રાધા રાવળની સફર કામગીરી રહી.આ કેમ્પ શુભ પ્રારંભે આર. કે. સિંઘ જિલ્લા શિક્ષણ અધિકારી/ ડીપીઓ સમગ્ર શિક્ષા- દીવ, પિયુષ મારુ શિક્ષણ અધિકારી ડી.પી. દીવ,અરવિંદ સોલંકી એડીપીઓ સમગ્ર શિક્ષા-દીવ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનું સંચાલન માનશીન બામણીયાએ કર્યું.