માલિક ફરવા જતાં 4.78 લાખનો મુદ્દામાલ ચોરી લીધાની ફરિયાદ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.29
- Advertisement -
શહેરના પુષ્કરધામ રોડ પર આવેલી મોબાઈલની દુકાનમાં કામ કરતો કર્મચારી માલિક ફરવા જતા રૂ.4,77,500નો મુદ્દામાલ ચોરી નાસી જતાં ફરિયાદ નોંધાવાઈ છે.
શહેરના સાધુવાસવાણી રોડ પરની વિશ્વકર્મા સોસાયટીમાં રહેતા અને પુષ્કરધામ રોડ પર ધ કિંગ ચોઇસ નામની દુકાન ધરાવતાં સંકેત ભરતભાઇ પૈજા ઉ.31એ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં તેની જ દુકાનમાં સાતેક વર્ષથી નોકરી કરતાં શૈલેષ ઉમેદરાય ખીલોસિયા સામે યુનિવર્સિટી પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યં હતું કે, ગત તા.8ના પોતે પરિવાર સાથે સોમનાથ ફરવા ગયા હતા, જેથી આગલી રાત્રે દુકાનની ચાવી કર્મચારી શૈલેષને આપી હતી. તા.9ના સંકેત પરત આવ્યા ત્યારે કર્મચારી શૈલેષને દુકાન ખોલી નાખવાનું કહેતા શૈલેષે દુકાન નહીં ખોલી ચાવી દરજી પ્રશાંતભાઇની દુકાને આપી છે.
ત્યાંથી લઇને ખોલી નાખજો તેમ કહેતા સંકેતને આ વાત શંકાસ્પદ લાગી હતી સંકેતે ચાવી મેળવી દુકાને જઇ તપાસ કરતાં દુકાનમાંથી 11 આઇફોન, અલગ અલગ બ્રાંડની વોચનો જથ્થો, એરપોડ, હાર્ડ ડિસ્ક સહિત કુલ રૂ.4,77,500નો મુદ્દામાલ જોવા મળેલ નહીં, આ મામલે સંકેત કર્મચારી શૈલેષને ફોન કરતાં તેણે દુકાનમાથી ઉપરોક્ત માલ લઇ લીધાની કબૂલાત આપી હતી અને પોતાનો મોબાઇલ સ્વિચ ઓફ કરી દીધો હતો. ત્યારબાદ શૈલેષે ફોન કરી તેના પિતાને હોસ્પિટલમાં દાખલ કર્યા હોવાથી માલ ઉઠાવી ગયાની અને બાદમાં ભૂલ થઇ ગઇ માલ પરત આપી જશે તેવી ખાતરી આપી હતી. જોકે લાખોનો માલ પરત કર્યો નહોતો અંતે સંકેતે આ મામલે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી હતી.