ખાસ-ખબર સંવાદદાતા
ભેસાણ તાલુકાના વાંદરવડ સહકારી મંડળીમાં 6.પ6 કરોડની ઉચાપત મામલે પોલીસે બેંક મેનેજર અને મંડળીના પ્રમુખની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા ભેંસાણ કોર્ટે બન્નેને આઠ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
જૂનાગઢ જિલ્લાના વાંદરવડ ગામની સેવા સહકારી મંડળીના પ્રમુખ ગોવિંદ ભીખાભાઇ કપુરીયા અને મંત્રી કમલેશ બાલશંકર દવે તેમજ જેતે સમયના બ્રાંચ મેનેજર રમેશ ડાયાભાઇ રામાણી સાથે મળીને બેંકમાં લોન અને ધીરાણમાં ખોટા દસ્તાવેજો ઉભા કરીને 6.પ6 કરોડનો ચુનો લગાવ્યો હતો. જેમાં ઉચાપત બાબતે જેડીસીસી બેંકની ભેસાણ શાખાના મેનેજર સચીન મહેતાએ ત્રણ શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંઘ્યા બાદ પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી હતી. જેમાં પ્રમુખ ગોવિંદ કપુરીયા અને બ્રાંચ મેનેજર રમેશ રામાણીની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરતા 11 સપ્ટેમ્બર સુધી આઠ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા અને પોલીસ દ્વારા રિમાન્ડ દરમિયાન ઉંડાણ પૂર્વક પૂછ પરછ શરૂ કરી છે. જયારે ઉચાપત પ્રકરણમાં મંડળીના મંત્રી હજુ ફરાર છે તેને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે.
ભેસાણની વાંદરવડ સહકારી મંડળીમાં ઉચાપત કરનાર આઠ દિવસના રિમાન્ડ પર
