ગુજરાતમાં શિયાળાની મોસમ હવે દસ્તક દઇ રહી છે. શિયાળાની મોસમમાં સામાન્ય રીતે હૃદય ઉપરાંત શ્વાસના દર્દીઓમાં વધારો જોવા મળતો હોય છે. ન્યૂમોનિયાના કેસમાં પણ શિયાળામાં ખૂબ વધારો જોવા મળે છે. ગુજરાતમાં એક જ વર્ષમાં ન્યૂમોનિયાના 13 હજારથી વઘુ કેસ નોંધાયા છે. આ ઉપરાંત એક વર્ષમાં પાંચથી ઓછી વયના 980 બાળકોના મૃત્યુ થયા છે.
વર્ષ 2022-23માં ન્યૂમોનિયાથી 26 હજારથી વઘુ બાળકોના મોત
દર વર્ષે 12 નવેમ્બરની ઉજવણી ‘વિશ્વ ન્યૂમોનિયા દિવસ’ તરીકે કરવામાં આવે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ગુજરાતમાં વર્ષ 2021ના એક જ વર્ષમાં ન્યૂમોનિયાના 13324 કેસ નોંધાયા હતા. જેમાંથી શહેરી વિસ્તારમાં 11733 જેટલા અને ગ્રામ્ય વિસ્તારમાં 1591 કેસનો સમાવેશ થાય છે. સમગ્ર દેશમાં વર્ષ 2022-23માં ન્યૂમોનિયાથી 26 હજારથી વઘુ બાળકોના મોત થયા હતા.
- Advertisement -
શિયાળાની મોસમમાં ન્યૂમોનિયાના કેસ વધી શકે છે
તજજ્ઞોના મતે એવા લોકોને ન્યૂમોનિયા થવાનું જોખમ વઘુ હોય છે જેમને એલર્જીની સમસ્યા છે અથવા જેમની રોગપ્રતિકારક શક્તિ નબળી છે. ન્યૂમોનિયાના મોટાભાગના કેસો બાળકો અને વૃદ્ધોમાં જોવા મળે છે. જેમને અસ્થમા અથવા ફેફસાં સંબંધિત અન્ય કોઈ સમસ્યા હોય તેમને પણ ન્યૂમોનિયા થઇ શકે છે.
સ્ટેપ્ટોફોકસ ન્યુમોનિયા બેક્ટેરિયાના કારણે ફેલાય છે આ રોગ
- Advertisement -
શિયાળાની ઋતુમાં ઘણા પ્રકારના બેક્ટેરિયા સક્રિય થઈ જાય છે. આ બેક્ટેરિયાના કારણે ફેફસામાં ઈન્ફેક્શન થાય છે, જે પણ ન્યૂમોનિયાનું કારણ બને છે. આ કારણે દર્દીના ફેફસામાં પ્રવાહી ભરાય છે.
જેના કારણે વારંવાર ઉધરસ અને છાતીમાં દુખાવાની ફરિયાદ રહે છે. ન્યૂમોનિયાનાના મોટા ભાગના કેસ સ્ટેપ્ટોફોકસ ન્યુમોનિયા બેક્ટેરિયાના કારણે હોય છે, જે સીધી રીતે ફેફસાં પર અસર કરે છે. આ સિવાય ક્લેબસેલા ન્યૂમોનિયા બેક્ટેરિયા પણ બીમારીનું કારણ છે. દરેક ઉંમરની વ્યક્તિને સંક્રમણ થઈ શકે છે.
વૃદ્ધો-બાળકોએ ખાસ તકેદારી રાખવી જરૂરી
ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન-ગુજરાતના ડો. તુષાર પટેલે જણાવ્યું કે, ‘ન્યૂમોનિયાથી ખાસ કરીને વૃદ્ધો અને બાળકોએ તકેદારી રાખવી જોઇએ. 50થી વઘુ વયની વ્યક્તિએ ઈન્ફ્લૂએન્ઝા જ્યારે બાળકોએ ન્યૂમોકોકલ વેક્સિન તબીબોની સલાહને આધારે લેવી હિતાવહ છે. શ્વાસ-ફેફસાની સમસ્યા હોય તેમણે પ્રદૂષણ-ઘુમાડાવાળી જગ્યાએ જવાનું થાય તો માસ્ક પહેરવું જ જોઇએ.