ખાસ-ખબર સંવાદદાતા
દીવ એરપોર્ટ ખાતે બુધવારે એન્ટી હાઇજેક મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે 11:30 કલાકે કવાયત શરૂ કરવામાં આવી હતી. અઅઈં કર્મચારીઓ, ઈઈંજઋ ફોર્સ તેમજ દીવ જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ, ફાયર, મેડિકલ વિભાગે કવાયતમાં ભાગ લીધો હતો. એરપોર્ટ પર ઉપલબ્ધ ઓપરેશનલ જીપને હાઇજેક કરાયેલા વિમાન તરીકે ડ્રિલ કરવામાં આવી હતી. અને ઈઈંજઋ સુરક્ષા દળ અને જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત પ્રયાસોથી હાઇજેકરે આત્મસમર્પણ કર્યું હતું. તમામ એજન્સીઓએ આ કવાયતમાં કાર્યક્ષમતા દર્શાવી હતી. કવાયતના અંતે, અઅઈંના ડિરેક્ટર નરેશ કુમાર, ઈઈંજઋ ચીફ અનંત કુમાર સિન્હાએ યોગ્ય સૂચનાઓ સાથે તમામ એજન્સીઓનો આભાર માન્યો અને ભવિષ્યમાં સતર્ક રહેવાનો નિર્દેશ આપ્યો.
દીવ એરપોર્ટ ખાતે એન્ટિહાઈજેક મોકડ્રીલનું આયોજન કરાયું
