ગુજરાતમાં કાળા હરણની વસ્તીમાં સતત ઘટાડો થઇ રહ્યો છે, જે ખૂબ ચિંતાજનક બાબત છે. જે પર્યાવરણીય અધોગતિનું દુ:ખદાયક સૂચક છે, વન્યજીવન નિષ્ણાતોએ આ મામલે ચેતવણી આપી છે. છેલ્લા 7 વર્ષેામાં, ભારતીય કાળિયારની વસ્તીમાં 36%નો ઘટાડો થયો છે, આંકડાઓ મુજબ ૨૦૧૫માં કાળીયારની વસ્તી 14,281 હતી જે ૨૦૨૨ માં 3,170 થઈ છે. હજારો કાળિયારનું ઘર એવા વેળાવદર અભયારણ્યની આસપાસના ઇકો–સેન્સિટિવ ઝોન પાસેનો બેલગામ વિકાસ, થોળ અને કડીની આસપાસ ફાર્મહાઉસનું બાંધકામ, કેમિકલ ફેકટરીઓની સ્થાપના ઉપરાંત અમદાવાદ અને ભાવનગરને જોડતો વ્યસ્ત હાઈવે જેવા કારણોના લીધે તેમની વસ્તી પર અસર થઇ છે.
થોલ, કડીની આસપાસ કાળિયારનું પ્રમાણ 7 વર્ષથી ઘટી ગયું છે. વિભાગના નિષ્ણાતોએ જણાવ્યું હતું કે છેલ્લા સાત વર્ષમાં થોલ અને કડીની આસપાસ કાળિયારની વસ્તીમાં મોટાપાયે ઘટાડો થયો છે. કડી તાલુકામાં નર્મદા કેનાલના નિર્માણથી પશુઓ માટે મુકતપણે હરવા–ફરવાનું મુશ્કેલ બની જતાં મોટી સંખ્યામાં લોકો સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા તરફ સ્થળાંતર કરવા લાગ્યા છે.ઘણા વન્યજીવન સર્વેક્ષણોનો ભાગ રહી ચૂકેલા ભૂતપૂર્વ વન અધિકારી ઉદય વોરાએ જણાવ્યું હતું કે, કાળિયાર એક માત્ર સસ્તન પ્રાણીઓની પ્રજાતિ છે જેનો આ સમયગાળા દરમિયાન રાયમાં આટલો મોટો સંખ્યામાં ઘટાડો થયો છે. છેલ્લા પાંચ વર્ષમાં, ઘણી પ્લોટિંગ યોજનાઓ આવી છે. કાળિયાર વસવાટની આસપાસ યારે અન્ય ઘણા બિલ્ડરોએ કાંટાળી વાડ સાથે પ્રોજેકટ વિસ્તારો નક્કી કર્યા છે, જે 80 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડતા કાળિયારની હિલચાલમાં અવરોધ ઉભો કરે છે. તેમણે ઉમેયુ, થોળ, કડી, કલ્યાણપુરા, વિસતપુરા અને કરંજલીમાં થોડા સમય પહેલા કાળિયારની મોટી વસ્તી હતી. એક પ્લોટિંગ સ્કીમના માલિકે વન્યજીવ પ્રેમીઓને આકર્ષવા માટે વોચ ટાવર પણ લગાવ્યો હતો. અલબત્ત, બાદમાં તેને દૂર કરવામાં આવ્યો હતો. આમ કરવું ગેરકાયદેસર છે. જો કે, આજે આ વિસ્તારોમાં માત્ર 15 કાળિયાર બચ્યા છે.
- Advertisement -
કાળિયારનું રક્ષણ કરવા માટેના વન્યજીવન અભિયાનમાં સક્રિયપણે સામેલ થયેલા વન્યજીવન નિષ્ણાત શ્રેણિક શાહ કહે છે કે, લુ થતા પ્રાણીઓને બચાવવા માટે વન વિભાગ અને સરકાર દ્રારા ગંભીર હસ્તક્ષેપની જર છે. વેળાવદર અભયારણ્યની નજીક આવેલી કેમિકલ ફેકટરીઓએ આ પ્રાણીઓની અવરજવર પર રોક લગાવી દીધી છે. અમદાવાદ–ભાવનગર હાઈવે પર તો તેમના માટે ખૂબ ખતરનાક છે. વેળાવદર અભયારણ્યની આસપાસ 1 કિમીનો ઈકો–સેન્સિટિવ ઝોન પૂરતો નથી અને અભયારણ્યની આસપાસ બિનઆયોજિત વિકાસ પ્રવૃત્તિઓના કારણે આ પ્રાણીઓની અવર–જવરમાં અસર થઇ છે. કાલુભાર ખીણમાં આવેલા પૂરના કારણે છેલ્લા ઘણા કાળીયારના મોત થયા છે. હવે વન વિભાગે તેમના બચાવ પગલાં માટે કામ કરવાની જ છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મીઠાના મેદાનોના કારણે આ પૂર આવ્યું હતું, લીઝ ધારકોએ ચોમાસા દરમિયાન પાણીના કુદરતી પ્રવાહને આ તરફ વાળવા માટે સંરક્ષણ દિવાલ તોડવી જરી છે. પરંતુ તેમ કરવામાં આવ્યું ન હતું, જેના કારણે પાણી એકઠું થયું હતું. સૂત્રો વિભાગે જણાવ્યું હતું કે ૨૦૨૧ માં ૧૫ કાળિયારનાં મૃત્યુ નોંધાયા હતા. ૨૦૨૨માં આ સંખ્યા વધીને ૩૦ થઈ ગઈ હતી અને તમામ મૃત્યુ હાઈવે નજીક થયા હતા. અમદાવાદ–ભાવનગર હાઈવેના નિર્માણ અંગે નકારાત્મક પ્રતિસાદ હોવા છતાં, પ્રોજેકટને મંજૂરી આપવામાં આવી હતી.