36 કી.મી. રૂટ પર પગપાળા અને વાહન માર્ગે નિરીક્ષણ
ખાસ-ખબર સંવાદદાતા
ગરવા ગિરનારની પરિક્રમા કારતક સુદ અગિયારસના એટલે કે, તા.4-11-2022ની મધ્યરાત્રિથી પ્રારંભ થવા જઈ રહ્યો છે. ત્યારે સમગ્ર પરિક્રમા રૂટ પર જિલ્લા વહીવટી તંત્ર અને વન વિભાગના અધિકારીઓએ પરિક્રમા માર્ગ, શ્રદ્ધાળુઓ માટે જરૂરી પ્રાથમિક સુવિધાઓનું અને પૂર્વ તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું. નિવાસી અધિક કલેક્ટર એલ. બી. બાંભણીયા, જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ સેટ્ટી, નાયબ વન સંરક્ષક અક્ષય જોશી સહિતના અધિકારીઓએ ઝીણા બાવાની મઢીથી બોરદેવી સુધીના કઠિન ચઢાણ અને માર્ગ પર ચાલીને શ્રદ્ધાળુઓ માટે પરિક્રમાના આ રૂટ પર ચાલીને તમામ વ્યવસ્થાઓનું જાત નિરીક્ષણ કર્યું હતું. ગિરનાર પરિક્રમાના બાકી અન્ય રૂટ પર મોટર માર્ગે વ્યવસ્થાઓ તપાસી હતી.