ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.16
જૂનાગઢ લોકસભા સામાન્ય ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા અને શાંતિ જળવાઇ રહે તે માટે એસપી હર્ષદ મહેતાના માર્ગદર્શન હેઠળ ગેરકાયદેસર પ્રવૃતિ તેમજ નાસતા ફરતા આરોપીને ઝડપી લેવા સુચના અપાતા ક્રાઇમ બ્રાંચે પ્રોહિબીશનના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડયો હતો.
- Advertisement -
પોલીસ પ્રાપ્ત વિગત મુજબ જૂનાગઢ સી-ડીવીઝન પ્રોહિબીશનના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતો ફરતો આરોપી રોહિત રામશીભાઇ જાદવ રહે.મંડોળ ગામ જિ.ગીર સોમનાથ આ શખ્સ જૂનાગઢ મધુરમ બાયપાસ બસ સ્ટેશન પાસે આવેલ હોવાની હકીકત મળતા ક્રાઇમ બ્રાંચે તેન ઝડપી પાડી સી-ડીવીઝનને સુપ્રત કર્યો હતો. તેની વધુ તપાસ સી-ડીવીઝન પોલીસ ચલાવી રહી છે.