9,364 ખેડૂતોને દેશી ગાય નિભાવ ખર્ચ યોજના હેઠળ ₹10 કરોડથી વધુની સહાય
ખાસ-ખબર ન્યૂઝ અમરેલી
- Advertisement -
અમરેલી જિલ્લામાં પ્રાકૃતિક ખેતીની પહેલને ખેડૂતો તરફથી ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના માર્ગદર્શન હેઠળ ચલાવવામાં આવી રહેલા આ અભિયાનમાં અત્યાર સુધીમાં 17,118 ખેડૂતો જોડાયા છે અને 18,978 એકર વિસ્તારમાં પ્રાકૃતિક કૃષિ કરી રહ્યા છે. જિલ્લા ખેતીવાડી અધિકારીની કચેરીના આંકડા મુજબ, પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતો માટે ’દેશી ગાય નિભાવ ખર્ચ યોજના’ હેઠળ 9,364 લાભાર્થીઓને કુલ ₹10 કરોડ અને 11 લાખની સહાય આપવામાં આવી છે. ખેતીવાડી શાખા અને આત્મા પ્રોજેક્ટ દ્વારા અત્યાર સુધીમાં 592 ગામોમાં ખેડૂત ગ્રુપ મિટિંગ અને રાત્રિ સભાઓનું આયોજન કરીને વધુમાં વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
પ્રાકૃતિક ખેતીના ફાયદા



