79મા જન્મદિવસે, વિવાદ બાદ પાછા હટ્યા
ખાસ-ખબર સંવાદદાતા
અમિતાભ બચ્ચનનો આજે 11 ઓક્ટોબરના રોજ 79મો જન્મદિવસ છે. અમિતાભ બચ્ચને સો.મીડિયામાં પોતાના એક મહત્ત્વના નિર્ણય અંગે જાણ કરી છે. વિવાદ તથા ટીકા થયા બાદ બિગ બીએ પાન મસાલા ’કમલા પસંદ’ની સાથેનો પોતાનો કોન્ટ્રાક્ટ પૂરો કરી નાખ્યો છે.
અમિતાભ બચ્ચને પોતાના બ્લોગમાં આ અંગેની માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે ’કમલા પસંદ’ ગુટખાની જાહેરાત સાથેનો કરાર તે તોડી રહ્યા છે. તેઓ અચાનક બ્રાન્ડ સાથેનો પોતાનો કોન્ટ્રાક્ટ પૂરો કરે છે. સરોગેટ એડવર્ટાઇઝિંગ હેઠળ તેમની જાહેરાત આવે છે, તે અંગેની સંબંધિત જાણકારી તેમને નહોતી. તેમણે પૈસા પણ પરત કરી દીધા છે.
- Advertisement -
ઉલ્લેખનીય છે કે નેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર ઇરેડિકેશન ઓફ ટોબેકોના પ્રમુખ ડો. શેખર સાલ્વકરે અમિતાભ બચ્ચનને પત્ર લખ્યો હતો. આ પત્રમાં તેમણે કહ્યું હતું કે મેડિકલ રિસર્ચથી ખ્યાલ આવ્યો કે તમાકુ તથા પાનમસાલા જેવી વસ્તુઓ વ્યક્તિ અને તેમાંય ખાસ કરીને યુવાઓના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે.
અમિતાભ બચ્ચન પોલિયો કેમ્પેઇનના સરકારી બ્રાન્ડ એમ્બેસડર છે અને તેમણે પાન મસાલાની જાહેરાતમાંથી જલદીથી દૂર થવાની જરૂર છે.