રાજકોટમાં ભાડાના મકાનમાં કાર્યરત સ્કૂલ, 222 વિદ્યાર્થી વચ્ચે માત્ર 4 રૂમ; કોંગ્રેસની પ્રવેશોત્સવમાં વિરોધની ચીમકી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટના કોઠારિયા વિસ્તારમા આવેલી અને મહાનગરપાલિકા સંચાલિત શાળા નં. 99 જે એક ભાડાના રહેણાંક મકાનમાં ચાલે છે.જ્યાં બાળકોને બે ઓરડાઓ અને ઓસરીમાં ભીંચભાંચ નીચે બેસાડાય છે, એક કોમન ટોઇલેટની બાજુમા જ વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવાય છે અને પીવાનું પાણી અને ટોયલેટ પણ બાજુમા જ ! આ તસ્વીરો અને વીડિયો સાથે કોંગ્રેસના વિદ્યાર્થીનેતાએ મહાનગર પાલિકાના કમિશનરને પત્ર લખીને રજૂઆત કરતા જણાવ્યુ હતુ કે આ તસવીરો માત્ર એક શાળાની નથી પરંતુ સમગ્ર રાજ્યના સરકારી શાળાઓની વાસ્તવિકતા રજૂ કરે છે.
તેઓએ આક્ષેપો કર્યા હતા કે ગુજરાતમાં છેલ્લા 25 વર્ષથી ભાજપની સરકાર છે.દરેક વર્ષે શિક્ષણના બજેટમાં હજારો કરોડો રૂપિયાની ફાળવણી થાય છે.હાલ સમગ્ર રાજ્યમા ભાજપ સરકાર સરકારી શાળાઓમા પ્રવેશોત્સવના કાર્યક્રમમાં નામે તાયફાઓ કરીને પ્રજાના કરોડો રૂપિયાને વેડફી રહ્યા છે પરંતુ રાજ્યમા મોટાભાગની સરકારી શાળાઓની હાલત દયનીય છે.આ મનપા સંચાલિત સરકારી શાળામા વિદ્યાર્થીઓને પ્રાથમિક સુવિધાઓનો અભાવને અનેક મુશ્કેલીઓ વચ્ચે શિક્ષણ મેળવી રહ્યા છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિ ગઈકાલે જ તાયફાઓ કરતી જોવા મળી છે જેમાં મનપા ભાજપના મેયર, સાંસદો, ધારાસભ્યો અને મંત્રીઓ જોવા મળ્યા હતા તે શરમજનક છે.મનપાના નગર શિક્ષણ સમિતિનુ વર્ષનુ વાર્ષિક બજેટ 200 કરોડથી વધુ છે ત્યારે સવાલ એ ઉદભવે કે આ પૈસાનુ મનપા કરે છે શું ? તેવા વેધક સવાલો કર્યા હતા
રાજ્યની ભાજપ સરકાર સરકારી શાળાઓમાં સ્માર્ટ ક્લાસરૂમમા ડિજિટલ એજ્યુકેશનમાં બણગાઓ માત્ર સોશિયલ મીડિયા પર ફુકંતા જોવા મળે છે પરંતુ વાસ્તવિકતા કંઈક જુદી જ છે ! આ વિસ્તારમાં વસતા ગરીબ વર્ગના બાળકો માટે આ જ એક માત્ર સરકારી શાળા છે.શાળાની ક્ષમતા ઓછી હોવાથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને શિક્ષણ માટે મજબૂરીમાં ખાનગી શાળાઓનો પ્રવેશ લેવો પડે છે.
- Advertisement -
રહેઠાણ તરીકે મંજૂર મકાનમાં શાળા ચલાવવી એ મહાનગરપાલિકાના નિયમોના તથા સુરક્ષા ધોરણોના ઘોર ઉલ્લંઘન છે.આ રહેણાંક મકાન કે જ્યા બેઠક વ્યવસ્થાઓ, પ્રાથમિક સુવિધાઓ, ફાયર સેફ્ટી અને અન્ય સુરક્ષાની લગતી સુવિધાનો અભાવ હોય તેમ છતાં શિક્ષણવિભાગ દ્વારા આ શાળાની મંજૂરી કેમ અપાઈ? તે મોટો સવાલ છે ! સરકારના નિયમ મુજબ વર્ગખંડ અને બેઠક માપદંડ પ્રમાણે દર બાળક માટે નક્કી વિસ્તાર (ઘટાડામાં નહીં) હોવો જોઈએ તેનું પણ ઘોર ઉલ્લંઘન થઈ રહ્યું છે.
આ શાળામાં ઓસરીમા ગીચોગીચ બાળકોને બેસાડવામા આવે છે ત્યાં જ ટોઇલેટ,રસોડું અને પીવાનું પાણી છે જે બાળકોના સ્વાસ્થ્ય ઉપર ખુબ જોખમકારક છે ! સરકારના શાળાના મંજૂરીના નિયમો અને આર.ટી.ઈ. એક્ટ મુજબ શાળાને ગઘઈ, સેફ્ટી સર્ટિફિકેટ, બિલ્ડિંગની સલામતી, પ્રાથમિક સુવિધાઓ,પોટેબલ વોટર અને સંપૂર્ણ શિક્ષકવર્ગ હોવો જરૂરી છે.શું આ મકાનને સ્કૂલ તરીકે ચાલવાની મંજૂરી છે? શું તે સુરક્ષિત છે બાળકો માટે? તેનો જવાબ મનપાના શાસકો અને શાસનાધિકારીએ આપવો જોઈએ.
છઝઊ અભિ,ં 2009 ધારા 19(2): દરેકશાળાએ આધુનિક સુવિધાઓ (વર્ગખંડ, શૌચાલય, પાણી, માધ્યાહન ભોજન) હોવી ફરજિયાત છે અને ધારા 8 મુજબ : રાજ્ય સરકારની ફરજ છે કે બાળકો માટે યોગ્ય શૈક્ષણિક માળખું ઉપલબ્ધ કરાવે.ગઈઙઈછ જઈઙઈછ (ગફશિંજ્ઞક્ષફહ/જફિંયિં ઈવશહમ છશલવતિં ઈજ્ઞળળશતતશજ્ઞક્ષત): આવા કેસોમાં બાળકોના અધિકારની ઉલ્લંઘના અંગે તપાસ શરૂ કરી શકાય છે રહેઠાણવાળી મકાનમાં શાળા ચલાવવી એ બાળકો માટે શૈક્ષણિક નહીં, શોષણાત્મક વાતાવરણ છે!
કોંગ્રેસના પ્રવક્તાએ રજૂઆતની અંતમા જણાવ્યુ હતું કે અમારી માંગ છે કે આ વિસ્તાર માટે તાત્કાલિક નવી માળખાગત શાળાની ઇમારત બનાવવાની જાહેરાત થાય. બાળક સંખ્યાનુ અનુસાર જગ્યા, વર્ગખંડ અને શૈક્ષણિક સુવિધાઓ વધારવામાં આવે અને ભાડાના રહેઠાણમાંથી શાળા ખસેડીને નિયમિત સ્ટ્રક્ચરવાળી બિલ્ડિંગમાં સ્થળાંતર કરાવાય. તેઓએ મનપા તંત્રને ચિમ્મકી આપતા જણાવ્યુ હતુ કે ગરીબ પરિવારના બાળકોના તેનો શિક્ષણના હક્ક નહીં મળે અને આ ગંભીર પ્રશ્ર્ન તાકીદે નિકાલ નહિ આવે તો આવનારા દિવસોમા અમે વાલીઓને સાથે રાખી ઉગ્ર આંદોલન અને વિરોધો કરીશું.
મહાનગરપાલિકાના ભાજપના શાસકો શહેરીજનોને આ સવાલોના જવાબ આપે ?
રાજકોટ મહાનગરપાલિકા શાળાઓ માટેના કરોડો રૂપિયાના બજેટ કયા જાય છે ? શાળાની પ્રાથમિક સુવિધાઓ કેમ નહીં ?
શાળામા ‘ક્યાં છે બાળક માટે યોગ્ય બેઠક વ્યવસ્થા, શૌચાલય, સફાઈ, પાણી અને સુરક્ષા?
‘વિદ્યાર્થીઓના આરોગ્ય, સુરક્ષા અને હક્કો છીનવવા માટે જવાબદાર કોણ?
‘શું બાળક માટે શિક્ષણનો અધિકાર કાગળ પર પૂરતો છે?
‘સ્માર્ટ ક્લાસ અને ડિજિટલ શિક્ષણની વાતો કરતી સરકાર આ શાળામા બાળકોને નીચે બેસવા મોરમ કેમ નથી ?
‘વર્ષોથી શાળાની માળખાગત દશા સુધારવામાં અસમર્થતા દાખવનાર તંત્રની જવાબદારી કોણ લેશે?
‘ગુજરાતની ભાજપ સરકારનો શિક્ષણ મોડલ = માત્ર રીબન કાપવી અને ફોટો પાડાવા સુધી?