અમેરિકન અબજોપતિ જેમ્સ ક્રાઉનનું રેસટ્રેક અકસ્માતમાં મૃત્યુ થયું, ક્રાઉને ગયા અઠવાડિયે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સન્માનમાં આયોજવામાં આવેલ વ્હાઇટ હાઉસ ડિનરમાં પણ હાજરી આપી હતી.
અમેરિકન ઉદ્યોગપતિ અને અબજોપતિ રોકાણકાર જેમ્સ ક્રાઉનનું રવિવારે રેસટ્રેક પર અકસ્માતમાં મૃત્યુ થયું હતું. જણાવી દઈએ કે અકસ્માતના દિવસે તે પોતાનો 70મો જન્મદિવસ માનવી રહ્યા હતા અને ત્યારે જ એક અકસ્માતમાં તેનું મૃત્યુ થયું હતું.
- Advertisement -
વ્હાઇટ હાઉસ ડિનરમાં હાજરી આપી હતી
જેમ્સ ક્રાઉન ગયા અઠવાડિયે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સન્માનમાં આયોજવામાં આવેલ વ્હાઇટ હાઉસ ડિનરમાં પણ હાજરી આપી હતી. જણાવી દઈએ કે ક્રાઉનના નિધન પર અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ કહ્યું છે કે તેઓ અને તેમની પત્નીને ખૂબ જ દુઃખ છે. ઓબામાએ તેમને 2014માં પ્રેસિડેન્ટના ઈન્ટેલિજન્સ એડવાઈઝરી બોર્ડમાં નિયુક્ત કર્યા હતા. તેઓ જેપી મોર્ગન, જનરલ ડાયનેમિક્સ અને સારા લી સહિત અનેક કંપનીઓના ડિરેક્ટર પણ હતા અને તેમની અંદાજિત નેટવર્થ ₹836 બિલિયન હતી.
🚨JP Morgan Board Member & Billionaire, James Crown, has died from a “Car Accident”
– He was once considered to be in Barack Obama’s “inner circle.” He was appointed by Obama in 2014 to serve on his intelligence advisory board.
- Advertisement -
MY THOUGHTS:
It sounds like James Crown was taken… pic.twitter.com/77MJr1DoMl
— UltraMJTruth (@MJTruthUltra) June 26, 2023
એક રિપોર્ટ અનુસાર એમની કારની ટક્કર એક બેરીયર સાથે થઈ હતી જે બાદ એમનું નિધન થયું હતું. જેમ્સ ક્રાઉનના મૃત્યુ બાદ પિટકીન કાઉન્ટી કોરોનર ઓફિસે એક પ્રેસ રિલીઝમાં જણાવ્યું હતું કે અમેરિકન બિઝનેસમેનના મૃત્યુનું કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ સ્પષ્ટ થશે.
ક્રાઉનના મૃત્યુથી પરિવાર આઘાતમાં
પરિવારના પ્રવક્તાએ એક નિવેદનમાં જણાવ્યું કે જેમ્સ ક્રાઉનના મૃત્યુથી પરિવાર આઘાતમાં છે.જણાવી દઈએ કે ક્રાઉન તેમના ફેમિલી બિઝનેસ, હેનરી ક્રાઉન એન્ડ કંપની, ઇન્વેસ્ટમેન્ટ ફર્મના સીઇઓ અને ચેરમેન હતા.