સ્પેસ ટેકનોલોજીના ક્ષેત્રમાં ભારતના વધતા પગલાના અંદાજ પરથી આ વાત નક્કી છે કે હવે અમેરિકા સુધી ભારતથી ટેકનોલોજી શેર કરવાની માંગણી કરી રહ્યું છે. આ જાણકારી ખુદ ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન(ISRO)ના ચીફ એસ સોમનાથે આપી છે. અસરો ચીફે જણાવ્યું કે, ચંદ્રયાન-3 મિશન માટે સ્પેસક્રાફ્ટ ડેવલપ કરવામાં આવ્યા હતા, ત્યારે અમેરિકાના એક્સપર્ટે સોલ્યુશન આપ્યું હતું કે આ ટેક્નોલોજી વિશે ભારતે અમેરિકાની સાથે જાણકારી શેર કરવી જોઇએ.
સોમનાથ પૂર્વ રાષ્ટ્રપતિ ડો. એપીજે અબ્દુલ કલામની 92મી જન્મ જયંતિના ઉપલક્ષમાં યોજાયેલા અબ્દુલ કલામ ફાઉન્ડેશનના કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને સંબોધિત કરી રહ્યા હતા. આ દરમ્યાન તેમણે કહ્યું કે, હવે સમયમાં પરિવર્તન આવ્યું છે. ભારત સૌથી સારૂ રોકેટ અને બીજા ઉપકરણ બનાવવામાં સક્ષમ છે. આ જ કારણ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પેસ ફિલ્ડને પ્રાઇવેટ બિઝનેસ માટે ઓપન કર્યુ છે.
- Advertisement -
તેમણે આગળ કહ્યું કે, અમારો દેશ બહુ શક્તિશાળી છે. અમારા જ્ઞાન અને બુદ્ધિમતાનું સ્તર દુનિયામાં સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. ચંદ્રયાન-3 મિશન માટે જયારે અમે અતરિક્ષ યાનની ડિઝાઇન તૈયાર કરી રહ્યા હતા, ત્યારે અમે NASA-JPLની જેટ પ્રોપલ્શન લેબોરેટરીના વિશેષજ્ઞોને આમંત્રણ આપ્યું હતું. જણાવી દઇએ કે, NASA-JPLએ અમેરિકાના સૌથી જટીલ મિશનને પૂર્ણ કર્યુ છે, જેનાથી કેટલાય મોટા-મોટા રોકેટ ડિઝાઇ કરી શકાય.
મિશન વિશે ટીમે કહ્યું કે- બધું શ્રેષ્ઠ થશે
એસ સોમનાથે જણાવ્યું કે, NASA-JPLના લગભગ 5થી 6 લોકો ચંદ્રયાનની સોફ્ટ લૈંડિંગ પહેલા ઇસરો હેડક્વાર્ટર આવ્યા હતા. અમારી ટીમે તેમને ચંદ્રયાન-3 વિશે સમજાવ્યું હતું. ટીમે કહ્યું કે આ મિશનને કેવી રીતે ડિઝાઇન કરવામાં આવશે અને અમારા એન્જીનીયરો કેવી રીતે બનાવશે, અમે એ પણ જણાવ્યું કે, અમે ચંદ્રની સપાટી પર કેવી રીતે ઉતરશું. બધી વિગતો જાણ્યા પછી તેમણે નો કમેન્ટ કહ્યું હતું. NASA-JPLની ટીમે કહ્યું કે, બધું બરાબર છે.
JPL લેબોરેટરીમાં રિસર્ચના મોટા-મોટા કામ થાય છે
ઉલ્લેખનીય છે કે JPL નાસાની જેટ પ્રોપલ્શન લેબોરેટરી એક રિસર્ચ અને ડેવલપમેન્ટ પ્રયોગશાળા છે. જેમાં રિસર્ચથી જોડાયેલા મોટા-મોટા કામ થાય છે. જેને અમેરિકામાં કૈલિફોર્નિયા ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી મૈનેજ કરે છે.