-વરસાદી પાણીના નિકાલ માટે દરવાજા ખુલ્લા મુકાયા
અમેરીકાએ મેકિસકો બોર્ડર પરથી લોકો ઘુસી ન આવે તે માટે ચુસ્ત બંદોબસ્ત કરી ઉંચી દિવાલ બનાવવામાં આવી છે. આમ છતાં ઘુસણખોરી 100 ટકા અટકાવી શકાઈ નથી. તાજેતરનાં એક રિપોર્ટ અનુસાર અમેરીકાનાં એરીઝોના રાજયમાં મેકિસકો બોર્ડર પર વરસાદનાં પાણીના નિકાલ માટે 114 જેટલા ફલડગેટ ખોલવામાં આવ્યા છે. આ ફલડગેટ ખુલતાની સાથે જ 1500 જેટલા ઈમીગ્રન્ટસે ફાયદો ઉઠાવ્યો અને અમેરીકામાં પ્રવેશી ગયા છે
- Advertisement -
મેકિસકોમાંથી અમેરીકામાં માણસોનો ઘુસાડવાનાં ધંધામાં ઘણા સ્મગલર પણ સામેલ છે તેઓ અમેરીકામાં એન્ટ્રી કરી શકાય તેવા તમમા રસ્તા જાણે છે અને ઈમિગ્રન્ટસ પાસેથી ડોલર લઈને આગળ લઈ જાય છે. બોર્ડર પર પાણીના નિકાલ માટે દરવાજા ખોલવામાં આવ્યા છે તે 12 ફૂટ પહોળા છે જેનાં કારણે માઈગ્રન્ટ તો મોટર સાયકલ પર પણ ઘુસી આવે છે. આ દરવાજા દર વર્ષે બે મહિના માટે ખોલવામાં આવતા હોય છે જે ગેરકાયદે ઘુસણખોરો માટે સોનેરી તક સાબીત થાય છે.