ચાઈનીઝ એપનો ઉપયોગ ચૂંટણીને પ્રભાવિત કરવા માટે થઈ શકે: ઈન્ટેલિજન્સ એજન્સી રિપોર્ટ
ખાસ-ખબર ન્યૂઝ અમેરિકા, તા.13
- Advertisement -
ભારત બાદ હવે અમેરિકામાં પણ ચાઈનીઝ એપ tiktok માટે ખરાબ દિવસો શરૂ થવાના છે. કારણ કે, તેના પર પ્રતિબંધ મૂકવામાં આવી શકે છે. આ અંગે એક બિલ થોડા દિવસ પહેલા રજૂ કરવામાં આવ્યું હતું જેના પર હવે મતદાન કરાશે. આ એપ્લિકેશનને લઈને અમેરિકન ઈન્ટેલિજન્સ એજન્સીના રિપોર્ટમાં એક ચોંકાવનારી વાત સામે આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ચાઈનીઝ એપનો ઉપયોગ અમેરિકામાં ચૂંટણીને પ્રભાવિત કરવા માટે થઈ શકે છે. યુએસ નેશનલ ઈન્ટેલિજન્સ એજન્સીના ડાયરેક્ટર એવરિલ હેન્સે હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સની ઈન્ટેલિજન્સ કમિટી સમક્ષ કહ્યું કે ચીન 2024ની અમેરિકાની ચૂંટણીને પ્રભાવિત કરવા માટે સોશિયલ મીડિયા એપ tiktokનો ઉપયોગ કરી શકે છે.
આ ચાઈનીઝ એપ્સ સામે ઘણીવાર યુઝર્સના ડેટાને ચીન સાથે શેર કરવાનો આરોપ લાગ્યો છે. આ જ કારણ હતું કે ભારતમાં તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ડેમોક્રેટિક સાંસદ રાજા કૃષ્ણમૂર્તિ એ સવાલ કર્યો હતો કે શું ચીનની સત્તારૂઢ કમ્યુનિસ્ટ પાર્ટી (CCP) ચૂંટણીને પ્રભાવિત કરવા માટે tiktokનો ઉપયોગ કરશે? તેના જવાબમાં હેન્સે કહ્યું, “અમે એ વાતને નકારી શકીએ નહીં કે ઈઈઙ તેનો ઉપયોગ કરશે.” કૃષ્ણમૂર્તિ ચીન મુદ્દે બનાવાયેલી ગૃહની પસંદગી સમિતિમાં રેન્કિંગ ડેમોક્રેટ પણ છે, જેમણે ગત અઠવાડિયે તેમના રિપબ્લિકન અધ્યક્ષ માઇક ગેલાઘર સાથે એક બિલ રજૂ કર્યું હતું.
આ મુજબ એપ્લિકેશનના ચાઇનીઝ માલિક BYteDanceને tiktok એપ વેચવા માટે લગભગ છ મહિનાનો સમય આપવામાં આવ્યો છે જેનો ઉપયોગ 170 મિલિયન અમેરિકનો કરે છે. તેનો અર્થ એ છે કે તેણે કાં તો ચીન સાથેના સંબંધો તોડી નાખવા પડશે અથવા અમેરિકામાં એપ બંધ કરવી પડશે.