ખાસ-ખબર સંવાદદાતા
એક તરફ વિકાસના પોકળ દાવા વચ્ચે જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે છેલ્લા માસથી એમ્બ્યુલન્સ બંધ હાલતમાં હોય દર્દીઓને ભારે પરેશાની થઈ રહી છે 48 ગામો સાથે જોડાયેલ અને જૂનાગઢ, ગીર સોમનાથ અને પોરબંદર જિલ્લાનો હાઇવે જ્યાંથી પસાર થાય છે તે વંથલી તાલુકામાં અનેકવાર ગંભીર અકસ્માત બને છે ત્યારે સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે એમ્બ્યુલન્સ બંધ હાલતમાં હોવાથી લોકોને સમયસર સારવાર પણ મળતી નથી તેમજ ક્યારેક અહીથી જૂનાગઢ કે રાજકોટ દર્દીને રીફર પણ કરવામાં તકલીફ પડે છે.
આ અંગે સ્થાનિક રાજકીય નેતાઓ દ્વારા સાંસદ તેમજ ધારાસભ્યને પણ લેખિત રજૂઆત કરવામાં આવી છે ત્યારે નેતાઓ હજી પણ કુંભકર્ણની નિંદ્રામાં હોય હજી પણ આ એમ્બ્યુલન્સ શરૂ કરવા માટે કોઈ કામગીરી કરી નથી ત્યારે આવા રાજકીય નેતાઓ સામે પણ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વંથલી નગરપાલિકાની એમ્બ્યુલન્સ પણ બંધ હાલતમાં.