- રાજુલા ખાતે મહાસંમેલનમાં સીઆર પાટીલની ઉપસ્થિતિમાં મોટી સંખ્યામા સમર્થકોએ કેસરીયા ધારણ કર્યા
ખાસ-ખબર સંવાદદાતા
ગઈકાલે રાજુલાના પૂર્વ કોંગ્રેસ ધારાસભ્ય અંબરીષ ડેરે ભાજપમાં જોડાઇને કેસરીયો ધારણ કર્યો છે. ત્યારે રાજુલા શહેરમાં વિજય ચોક ખાતે ભાજપના સત્કાર સમારંભ કાર્યક્રમનું આયોજન કરવામા આવ્યું હતું.
જેમા પધારેલા મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકવામા આવ્યો. જેમા અંબરીષ ડેરના સમર્થકોએ સીઆર પાટીલનું તાલીઓના ગડગડાટ સાથે ભવ્ય સ્વાગત કર્યુ. ત્યારબાદ અંબરીષ ડેર દ્વારા સીઆર પાટીલનુ મોમેન્ટો આપી સ્વાગત કરવામા આવ્યું.
- Advertisement -
તેમજ વિવિધ સમાજના આગેવાનોએ સીઆર પાટીલને પાઘડી પહેરાવી સન્માન કરવામા આવ્યું. ખાસ કરીને આ કાર્યક્રમમાં અંબરીષ ડેર અને હીરા સોલંકી બન્ને દુધમા સાકર ભળે તેમ એકસાથે એકમંચ પર જોવા મળ્યા હતાં. આ કાર્યક્રમમાં પ્રદેશ કોંગ્રેસ આગેવાનો પ્રવિણ બારૈયા, તાલુકા પંચાયત સદસ્ય અને વિરોધ પક્ષના નેતા જોરૂભાઇ મેંગળ,જગુભાઇ ધાખડા(પૂર્વ તાલુકા પં. ઉપપ્રમુખ, કોંગ્રેસના જીલ્લા પંચાયત સદસ્યો તથા તાલુકા પંચાયત સદસ્યો, નગરપાલિકાના સભ્યો વિવિધ ગામના સરપંચો અને 98-વિધાનસભાના રાજુલા, જાફરાબાદ,ખાંભા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારના કોંગ્રેસ કાર્યકર્તાઓએ ખેસ પહેરી ભાજપમાં જોડાયા હતાં. સાથોસાથ 4000 થી વધુ સંખ્યામા અંબરીષ ડેરના સમર્થકો ઉપસ્થિત રહ્યાં હતાં.
આ કાર્યક્રમ અંતે સીઆર પાટીલના પ્રવચન દરમિયાન જણાવ્યુ કે, આ ધમધમતા તાપમાનમાં બેસેલા તમામા લોકોનો આભાર વ્યક્ત કર્યો તેમજ અંબરીષ ડેર માટે મે રૂમાલ રાખ્યો હતો. “આખા ગુજરાતમાં ભાજપમા જોડાવા માટે મે આમંત્રણ આપ્યુ હોય તો માત્ર અંબરીષ ડેર છે.” ત્યારે અંબરીષ ડેરે આખરે ઘર વાપશી કરી ભાજપમા જોડાયા છે. અંબરીષ ડેર ભાજપમા જોડાતા જ સમર્થકોમા ખૂબજ ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો હતો.
આગામી સમયમાં રાજુલામા વિકાસનો વેગ વધે અને પ્રજાની સુખાકારીમાં વધારો થાય તેવા હેતુથી કામગીરીઓ કરાશે. સમ્રગ કાર્યક્રમનુ સંચાલન જીગ્નેશભાઈ કુંચાલા દ્વારા કરાયું. આ કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ, અંબરીશ ડેર, હીરા સોલંકી, રધુ હુંબલ, જીતુ કાછડ, લોક સાહિત્યકાર માયાભાઇ આહીર, કૌશીક વેકરીયા, ભરત ડાંગર, ભરત સુતરીયા તેમજ ભાજપના આગેવાનો સહિત મોટી સંખ્યામા સમર્થકો ઉપસ્થિત રહ્યાં હતાં.