ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજુલાના પૂર્વ ધારાસભ્ય અને કોગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા અંબરીષ ડેરને સરકાર દ્વારા ગુજરાત મેરીટાઈમ બોર્ડના કર્મચારી મહામંડળ સંઘના અધ્યક્ષ તરીકે પસંદગી કરવામાં આવી છે. ત્યારે આજરોજ ગાંધીનગર ખાતે અંબરીષ ડેર દ્વારા વિધિવત રીતે પોતાની જવાબદારી સંભાળવામાં આવી હતી. અંબરીષ ડેરની નિમણૂંક થતાં જ ગાંધીનગર ખાતે લોકસાહિત્ય માયાભાઇ આહિર, કીર્તિદાન ગઢવી, ધારાસભ્ય અર્જુન મોઢવાઢીયા, પ્રવિણભાઈ બારૈયા સહિત નેતાઓ ઉપસ્થિત રહ્યાં હતાં અને અંબરીષ ડેરને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યાં. સાથોસાથ અંબરીષ ડેરના સમર્થકો દ્વારા સોશિયલ મારફતે પોસ્ટ મુકી અભિનંદન પાઠવવામાં આવ્યાં હતાં.