ગુજરાતમાં પ્રવાસન વિકાસને મળશે નવી ગતિ, વર્ષે 10 કરોડની ગ્રાન્ટ મળશે
11મી રાજ્ય કક્ષાની ચિંતન શિબિરમાં ચર્ચા બાદ લેવાયો નિર્ણય
- Advertisement -
દરેક જિલ્લામાં કલેક્ટર અથવા મ્યુનિસિપલ કમિશનર અધ્યક્ષ તરીકે રહેશે
ખાસ-ખબર ન્યૂઝ ગાંધીનગર
રાજ્યના દરેક જિલ્લામાં પ્રવાસ સ્થળોના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવા ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય
લીધો છે.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં આજે યોજાયેલી બેઠકમાં ‘જિલ્લા પ્રવાસન વિકાસ સોસાયટી (ઉઝઉજ)’ની રચનાને મંજૂરી અપાઈ છે. 11મી રાજ્ય કક્ષાની ચિંતન શિબિરમાં આ મુદ્દે થયેલી ચર્ચા બાદ હવે સત્તાવારતાથી જિલ્લા સ્તરે વધુ સશક્ત અને નાણાકીય સ્વતંત્ર સોસાયટીની રચના કરાઈ છે, જે સ્થાનિક પ્રવાસન વિકાસમાં ગેમચેન્જર સાબિત થશે.
જિલ્લામાં પ્રવાસન સ્થળોની જરૂરિયાતો અનુસાર ટૂંકા અને લાંબા ગાળાના આયોજન, ઝડપી અમલવારી અને રાજ્યની યોજનાઓનો લાભ લઈ યાત્રાધામ-પ્રવાસન સ્થળોને વૈશ્વિક સ્તરે ખ્યાતિ મળે તે માટે કાર્ય કરવાનું મુખ્ય
ધ્યેય રહેશે. દરેક જિલ્લામાં કલેક્ટર અથવા મ્યુનિસિપલ કમિશનર અધ્યક્ષ તરીકે રહેશે. જિલ્લા અધિકારીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને પ્રવાસન ક્ષેત્ર સાથે જોડાયેલા બોર્ડ-સંગઠનોના પ્રતિનિધિઓનો સમાવેશ કરવામાં આવશે.
આ કાઉન્સિલ નીતિગત નિર્ણયથી લઈને ફંડિંગ, પ્રોજેક્ટ સમીક્ષા અને દેખરેખ સુધીની તમામ જવાબદારી સંભાળશે. દરેક જિલ્લામાં વર્ષ દરમિયાન રૂ. 10 કરોડ સુધીની ગ્રાન્ટ આપવામાં આવશે. ઉપરાંત ઈજછ ફંડ, યુઝર ફી અને અન્ય સ્ત્રોતોમાંથી પણ સોસાયટી ફંડ એકત્રિત કરી શકશે. સિંગલ નોડલ બેંક ખાતા દ્વારા પારદર્શિતા જાળવાશે.
જિલ્લા સ્તરે આયોજનથી અમલવારી વધુ ઝડપી બનશે, સ્થાનિક સ્તરે પ્રોફેશનલ મેનેજમેન્ટ ઉપલબ્ધ થશે અને નાણાકીય-વહીવટી સ્વતંત્રતા મળવાથી કામગીરીમાં ગતિ આવશે. સ્થાનિક લોકોને મોટી સંખ્યામાં રોજગારી સર્જાશે તેમજ મહિલા મંડળો અને જઇંૠને પણ પ્રાથમિકતા મળશે.
આ બેઠકમાં પ્રવાસન મંત્રી ડો. જયરામ ગામીત, પ્રવાસન વિભાગના સચિવ ડો. રાજેન્દ્ર કુમાર સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા, જ્યારે જિલ્લા કલેકટર અને મહાનગરોના કમિશનરો વીડિયો કોન્ફરન્સ દ્વારા જોડાયા હતા.
આ નિર્ણયથી ગુજરાતના પ્રવાસન ક્ષેત્રમાં નવી તાકાત અને નવી દિશા મળશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.
- Advertisement -
વિકાસ કાર્યોમાં સામેલ વ્યવસ્થાઓ
સ્થળોનું બ્યુટીફિકેશન
સ્વચ્છતા, પીવાનું પાણી, ટોઈલેટ, પાર્કિંગ, ટ્રાફિક મેનેજમેન્ટ
સાઈનેજ, માહિતી કેન્દ્ર, તાલીમ પ્રાપ્ત ગાઈ
PPP મોડેલ હેઠળ કાફેટેરિયા, સોવેનીયર શોપ
સ્થાનિક હેન્ડીક્રાફ્ટ, કોટેજ ઉદ્યોગ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન



