અન્ય સ્થળોએ કોઈ કાર્યવાહી નહીં કરાતી હોવાના કારણે વેપારીઓમાં રોષ
બી ડિવીઝન પોલીસ દ્વારા દુકાનદારો પ્રત્યે ભેદભાવભર્યું વર્તન
- Advertisement -
અનેક વિસ્તારોમાં મોડી રાત સુધી ખુલ્લી રહેતી દૂકાનો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે મોડી રાત્રીના સમયે પોલીસ તંત્ર દ્વારા અમુક દુકાનો બંધ કરાવી દેવામાં આવતી હોય છે. પરંતુ ઘણી જગ્યાએ પોલીસનું પક્ષપાતી વલણ જોવા મળ્યું છે તેવી ફરિયાદો પણ સામે આવી છે. ખાસ કરીને શહેરના બી ડિવિઝન પોલીસ વિસ્તારમાં મુખ્ય રોડ (ડી માર્ટ નજીક) પરની અમુક ચોક્કસ ટાર્ગેટેડ દુકાનો પોલીસ તંત્ર દ્વારા રાત્રીના 12 વાગ્યા બાદ બંધ કરાવી દેવામાં આવે છે.
- Advertisement -
આ વિસ્તાની આજુ બાજુ અને રાજકોટ શહેરમાં પણ ઘણી જગ્યાએ આ કાયદો લાગુ પડતો ન હોય એ રીતે ઘણી નામચીન દુકાનો બંધ કરાવવામાં આવતી નથી. 12 વાગ્યા પછી વારંવાર પોલીસની ગાડી આવે છે અને સાઇરન મારે છે. તેથી અમારે દુકાન બંધ કરી દેવાની ફરજ પડે છે. આ પ્રકારની ફરિયાદ ખાસ ખબરને મળી છે. જેના પુરાવા રૂપે ફોટો અને વિડીયો પણ મોકલવામાં આવ્યા છે. તેમજ સામાકાંઠા વિસ્તારમાં જે જગ્યાએ દુકાનો બંધ કરાવાય છે તેની જાણ કદાચ ઉચ્ચ અધિકારીઓને હશે પણ નહીં તેવી શંકા વેપારીઓએ વ્યક્ત કરી હતી. અહીં વેપારીઓએ એવી માંગ કરી છે કે તેઓને પણ વેપાર કરવા દેવામાં આવે, કારણ કે કાયદો બધા માટે સરખો હોય છે. તો પછી શા માટે ફક્ત તેઓની જ દુકાનો બંધ કરાવવામાં આવી રહી છે ? શા માટે અન્ય દુકાનદારો વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરાતી નથી ? શું તંત્ર આ બાબતે કોઈ યોગ્ય પગલાં લેશે ?



