છેલ્લાં ઘણા વર્ષોથી મંડળ દ્વારા મહાનગરની શાળા નંબર 20 બી, નારાયણ નગર ખાતે બાળકોના શિક્ષણના ભોગે શાળાની અંદર મંડળની ઓફિસ રાખવામાં આવેલ છે: શું શાળા પરિસરમાં કે શાળાની અંદર આ ઓફિસ કરવાની માન્યતા આપવામાં આવેલી છે કે કેમ?
દરેક નાણાકીય વર્ષ પૂર્ણ થયાના ત્રણ માસમાં મંડળ દ્વારા અધિકૃત અધિકારી પાસે હિસાબોની ચકાસણી કરવાની રહેશે, શું આ બાબતે છેલ્લાં 16 વર્ષમાં દરેક વર્ષે હિસાબની ચકાસણી રિપોર્ટ રજૂ થયા છે?
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
આજરોજ રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં શિક્ષક મંડળના પ્રમુખ દિનેશ સદાદિયા સહિતના હોદ્દેદાર વિરુદ્ધ શૈક્ષિક મહાસંઘ દ્વારા આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે. રાજકોટ મહાનગર પ્રાથમિક શિક્ષક મંડળની માન્યતાની શરતોના ભંગ બાબતે આપવામાં આવેલા આવેદન પત્રમાં શૈક્ષિક મહાસંઘ દ્વારા જણાવાયું છે કે, રાજકોટ મહાનગર પ્રાથમિક શિક્ષક મંડળની માન્યતા વર્ષ 2009માં આપવામાં આવી હતી. આ માન્યતા વખતે મંડળ દ્વારા કેટલીક શરતોનું પાલન કરવું ફરજિયાત છે તેવું જણાવવામાં આવ્યું હતું. પરંતુ છેલ્લા 16 વર્ષના સમયગાળા દરમિયાન રાજકોટ મહાનગર પ્રાથમિક શિક્ષક મંડળ દ્વારા આ શરતોમાંથી અવારનવાર અનેક શરતોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે.
છેલ્લા ઘણા વર્ષોથી મંડળ દ્વારા મહાનગરની શાળા નંબર 20 બી, નારાયણ નગર ખાતે બાળકોના શિક્ષણના ભોગે શાળાની અંદર મંડળની ઓફિસ રાખવામાં આવેલ છે. શું શાળા પરિસરમાં કે શાળાની અંદર આ ઓફિસ કરવાની માન્યતા આપવામાં આવેલી છે કે કેમ? મંડળ માન્યતાના ઠરાવમાં મંડળની ઓફિસ શાળા પરિસરમાં કે શાળાની અંદર કરવી એવો કોઈ ઉલ્લેખ થયેલ નથી. જો મંજૂરી આપવામાં આવેલ હોય તો કયા કારણોસર મંજૂરી આપવામાં આવેલ છે અને ઓફિસના ભાડાની કોઈ જોગવાઈ કરેલ છે કે કેમ? જો ભાડાની જોગવાઈ કરેલ હોય તો શું આજદીન સુધી ભાડું જમા કરાવેલ છે?
અવાર-નવાર અલગ અલગ વર્તમાનપત્રો દ્વારા મંડળના પ્રમુખ દિનેશ સદાદિયા ઉપર લાખો રૂપિયાના ભ્રષ્ટાચારના આરોપો મુકાયા છે ત્યારે તેમની સામે સરકારશ્રી દ્વારા તપાસ પણ મુકવામાં આવી હોય આવી વિવાદાસ્પદ વ્યક્તિ કે જેમને સસ્પેન્ડ કરવામાં આવેલ હોય મંડળના પ્રમુખ તરીકે ચાલુ રાખવા કેટલું યોગ્ય ગણાય?
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ રાજકોટ મહાનગર દ્વારા સંચાલિત તમામ પ્રાથમિક શાળાઓમાં સમિતિ દ્વારા કોમન ડ્રેસની (ચેક્સવાળો ઝભ્ભો અને બ્લુ પેન્ટ) જોગવાઈ હોવા છતાં અમુક શાળાઓમાં ટીશર્ટ, ટ્રેક પેન્ટ, જીન્સ જેવા ડ્રેસ લાગુ કરવામાં આવેલ છે તો આવા ડ્રેસનું વેચાણ કઈ એજન્સી/કારખાના દ્વારા કરવામાં આવેલ છે તે પણ એક તપાસનો વિષય છે.
જેમાં માન્યતાની શરતોના મુદ્દા નંબર 2 અન્વયે દરેક નાણાકીય વર્ષ પૂર્ણ થયાના ત્રણ માસમાં મંડળ દ્વારા અધિકૃત અધિકારી પાસે હિસાબોની ચકાસણી કરવાની રહેશે. શું આ બાબતે છેલ્લા 16 વર્ષમાં દરેક વર્ષે હિસાબની ચકાસણી રિપોર્ટ રજૂ થયાં છે?
માન્યતાની શરતોના મુદ્દા નંબર 3 અન્વયે મંડળ દ્વારા શિક્ષકો પાસેથી કચેરીની પૂર્વ મંજૂરી વગર કોઈપણ પ્રકારની નાણાકીય ઉધરાણી કરી શકાશે નહીં પરંતુ જણાવવાનું કે છેલ્લા પાંચ વર્ષમાં મંડળ દ્વારા જૂની પેન્શન યોજનાના (ઓપીએસ) નામે શિક્ષકો પાસેથી લાખો રૂપિયા ઉઘરાવવામાં આવ્યા છે અને તે બદલ અસલ રસીદ આપવામાં આવેલ નથી તેમજ તે બાબતના વોટ્સએપ ગ્રુપના સ્ક્રીનશોટના પુરાવા અને શિક્ષકોના લેખિત પુરાવા સાથે આ આવેદન પત્ર જોડેલા છે.
ઘઙજના નામે રૂ.500થી 5000 સુધીનું નામે ફંડ ઉઘરાવવામાં આવ્યું હોવાનું શિક્ષકોએ લેખિતમાં સ્વીકાર્યું
જૂની પેન્શન યોજના (ઘઙજ) અંતર્ગત રાજકોટ મહાનગર પ્રાથમિક શિક્ષક મંડળના હોદેદારો દ્વારા કમિટિ રચી ફંડ ઉઘરાવવા આવ્યું હોવાનું શિક્ષકોએ લેખિતમાં સ્વીકાર્યું છે. શિક્ષકોના જણાવ્યા અનુસાર રાજકોટ મહાનગર સંચાલિત વિવિધ પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવીએ છીએ. રાજકોટ મહાનગર પ્રાથમિક શિક્ષક મંડળના હોદેદારો દ્વારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, રાજકોટ મહાનગર દ્વારા જ્યારે વર્ષ 2009માં મંડળને માન્યતા આપતો ઠરાવ કરાવામાં આવેલ છે તેમાં શરતોમાં મુદા નંબર – 3 મુજબ શરતની વિરુદ્ધ જઈ અમોને અંધારામાં રાખી નાણા ઉઘરાવેલ છે. જૂની પેન્શન યોજના (ઘઙજ) અપાવવા બાબતે 11 શિક્ષકોની એક ઘઙજ સ્વનિધિ -ભંડોળ કમિટિ બનાવી ખોટી રીતે રૂ. 500થી લઇ રૂ. 5000 સુધીના નાણા સમિતિના ઘણા શિક્ષકો પાસેથી લીધેલ છે જે બાબતનો પુરાવો મંડળ દ્વારા ચાલતા વોટ્સએપ ગ્રુપમાં મંડળના સસ્પેન્ડેડ પ્રમુખ દિનેશ સદાદીયા દ્વારા મૂકાયેલ મેસેજ છે. અમોને વર્ષ 2009માં મંડળને માન્યતા આપતા ઠરાવની શરતોના મુદ્દા નંબર -3 મુજબની કોઈ જાણ કરેલ ન હતી જે પાછળથી અમારા ધ્યાને આવેલ છે. આ બાબતે પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દ્વારા યોગ્ય કરવા વિનંતી કરવામાં આવી છે.
ઘઙજના નામે ઉઘરાવેલા ફંડમાં પુજારા અને આરદેશણાનો પણ ભાગ?
શિક્ષણ સમિતિના શિક્ષકો પાસેથી શિક્ષક મંડળના પ્રમુખ દિનેશ સદાદિયા સહિતના હોદ્દેદારો દ્વારા ઘઙજના નામે રૂ.500થી 5000 સુધીનું નામે ફંડ ઉઘરાવવામાં આવ્યું હોવાનું શિક્ષકોએ લેખિતમાં કબલ્યુ છે ત્યારે સવાલ એ ઉપસ્થિત થઈ રહ્યો છે શિક્ષણ સમિતિના ચેરમેન પુજારા અને ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણા ક્યાં કારણોસર કાર્યવાહી કરી રહ્યા નથી? શું જૂની પેન્શન યોજના (ઘઙજ) અંતર્ગત રાજકોટ મહાનગર પ્રાથમિક શિક્ષક મંડળના હોદેદારો દ્વારા કમિટિ રચી ઉઘરાવવામાં આવેલા ફંડમાં તેઓનો ભાગ છે? ક્યાં કારણે શિક્ષક મંડળની માન્યતા રદ્દ કરવામાં આવતી નથી જેવા અનેક પ્રશ્ર્નો સમિતિના જ શિક્ષકો ઉઠાવી રહ્યા છે.
- Advertisement -