જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી વધુ એક વખત ચર્ચામાં આવી
150 એજન્સીઓએ ટેન્ડર ભર્યું, ફક્ત એક જ એજન્સી માન્ય રહી
જેમમાં ઑનલાઇન પ્રક્રિયાથી નિયમ મુજબ કામ થયું: કૃષિ અધિકારી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.10
સરકાર દ્વારા જેમ મારફત ઓનલાઇન પ્રક્રિયા હાથધરવામાં આવે છે જેમાં કોઈપણ તંત્રને જે તે કામગીરીની જરૂરિયાત હોઈ તેના માટે જેમ દ્વારા ઓનલાઇન ટેન્ડરિંગ પ્રક્રિયા કરવામાં આવે છે પણ તેમાં ઊંડાણ પૂર્વક જોઈએ તો જે તે વહીવટી તંત્ર અથવા કોઈપણ કચેરી દ્વારા એવી શરતો મૂકી દેવામાં આવે છે. કે અન્ય એજન્સીઓ ટેન્ડરો તો ભરે છે પણ તે ટેન્ડરમાં એવા નિયમો હોય છે જેના લીધે તેને ટેન્ડર નથી મળતું અને આ જેમ પ્રક્રિયા એવી છે કે તેમાં જાણે અગાઉથી પ્લાન ફિક્સ હોઈ તે રીતે પ્રક્રિયા હાથ ધરાઈ તેવા આક્ષેપો થઇ રહ્યા છે.અને ક્યાંકને કયાંક ભ્રસ્ટાચાર થતો હોઈ તેવું લોકોમાંથી ચર્ચાય રહ્યું છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી કોઇને કોઇ કારણોસર ચર્ચામાં રહે છે. કૃષિ યુનિ.માં આઉટ સોર્સિંગથી જુદા જુદા વિભાગમાં કર્મીઓને ભરતી કરવાની હતી. તેના માટે એજન્સીઓ પાસેથી ટેન્ડર મંગાવવામાં આવ્યા હતાં. પરંતુ ટેન્ડરની શરતનો કારણે મળતિયાઓની એજન્સીઓને ટેન્ડર મળ્યું છે તેવા આક્ષેપ થઈ રહ્યા છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં ભરતીને લઈ પહેલા આક્ષેપ થયા હતાં. તેમજ કુલપતિની નિમણુંકને લઈને પણ જેતે સમયે ભારે ચર્ચા જાગી હતી. કૃષિ યુનિ. કોઇને કોઇ કારણોસર ચર્ચામાં રહે છે. ત્યારે વધુ એક વખત કૃષિ યુનિ. ચર્ચામાં આવી છે. કૃષિ યુનિ.માં 113 લોકોની આઉટ સોર્સિંગથી ભરતી કરવાની હતી. કૃષિ યુનિ.એ તેના માટે ટેન્ડર બહાર પડ્યુ હતુ અને આ કામ કરતી એજન્સીઓ પાસેથી ટેન્ડર માંગયા હતાં. જેમાં 150 જેટલી એજન્સીઓને ટેન્ડર ભર્યા હતા અને એક એજન્સીની પસંદગી કરવામાં આવી છે. જોકે 150માંથી એક જ એજન્સી પસંદ થાય તે સ્વાભાવિક છે. પરંતુ આ જુની એજન્સીને જ કામ મળ્યું છે. કૃષિ યુનિવર્સિટી સામે તેવા આક્ષેપ થયા છે કે, ટેન્ડરની શરતો ચોક્કસ એજન્સીને કામ આપવા માટે જાણી જોઈને જટીલ રાખવામાં આવી હતી. મળતિયાની એજન્સીને કામ મળે તે માટે આવી શરતો રાખવામાં આવી હતી. જેના કારણે અન્ય એજન્સીઓ હરીફાઈમાં ટકી શકે નહીં અને પોતાની લાગતા વળગતાને કામ મળી જાય. ટેન્ડરની શરતોને લઈને અન્ય એજન્સીઓમા નારાજગી જોવા મળી છે અને કૃષિ યુનિવર્સિટી સામે ગંભીર આક્ષેપ કર્યા છે.
કૃષિ યુનિ.માં આઉટસોર્સિંગ પ્રક્રિયા કોઇ ગેરરીતિ નહીં: કૃષિ અધિકારી
કૃષિ યુનિવર્સીટીમાં ભરતી બાબતની જે ટેન્ડર પ્રક્રિયા જેમ દ્વારા કરવામાં આવી તેમાં અનેક લોકોની નારાજગી અને રોષ સામે આવ્યો છે ત્યારે આ બાબતે ખાસ ખબર સાથે કૃષિ યુનિવર્સીટી અધિકારી કુમાવત સાહેબે જણાવ્યું હતું કે, આ જેમ સરકાર માન્ય છે અને તેમાં તમામ પ્રક્રિયા ઓન લાઈન થાય છે.અને કૃષિ યુનીવર્સીટીમાં જે આઉટ સોર્સીંગથી ભરતી કરવાની છે. તે જેમ ના નિયમ મુજબ પ્રક્રિયા કરવામાં આવી છે. તેમાં કોઈપણ નિયમ વિરુદ્ધનું કામ થયું નથી અને જેમ એક સરકાર દ્વારા ઓનલાઇન પ્રક્રિયા કરવામાં આવે છે.તેમાં ખોટું થવું અશક્ય છે તેમ જણાવ્યું હતું.