વી.વી.પી. એન્જિનિયરિંગ કોલેજમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાઇ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
વી.વી.પી. એન્જીનીયરીંગ, આર્કીટેકચર અને સ્કૂલ ઓફ ડીઝાઈન કોલેજોમાં 78માં સ્વાતંત્ર્ય પર્વની ઉત્સાહભેર અને ભવ્ય ઉજવણી કરવામાં આવી આ તકે વી.વી.પી. ફાઈન આર્ટસ કલબના વિદ્યાર્થીઓ દ્વારા સુંદર સુશોભન કરવામાં આવેલ હતું. આ પ્રસંગે કીચ આર્કીટેકચરલ પ્રોડક્ટસ પ્રા. લી. ના ચિમનભાઈ હાપાણી તથા ભરતભાઈ હાપાણી, વી.વી.પી.ના ટ્રસ્ટી ડો. નવીનભાઈ શેઠ, વી.વી.પી. એન્જીનીયરીંગ કોલેજના પ્રીન્સીપાલ ડો. પીયુષભાઈ વણઝારા, ઇન્દુભાઈ પારેખ સ્કૂલ ઓફ આર્કીટેક્ચર કોલેજના પ્રીન્સીપાલ દેવાંગભાઈ પારેખ, કીચ સ્કૂલ ઓફ ડિઝાઈન કોલેજના પ્રિન્સીપાલ શૈલીબેન ત્રિવેદી તેમજ ત્રણે કોલેજના કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
એન.સી.સી. કેડેટસના એસ્કોર્ટિંગ સાથે ધ્વજવંદન થયા બાદ ભરતભાઈ હાપાણીએ ટકોર કરતા જણાવ્યું હતું કે, આપણે ગુલામીની માનસિકતામાંથી બહાર આવવું પડશે. આપણે ઘણા વર્ષોની ગુલામીમાંથી સંઘર્ષ કરી આઝાદી મેળવી છે હજુ પણ આપણે ઘણી બધી સોશિયલ વેબસાઈટસના ગુલામ થતા જઈએ છીએ તેમાંથી મુક્ત થઈ આઝાદી મેળવવી પડશે આપણી જાત સાથે રહેવા સ્વતંત્ર થવુ પડશે તો આપણે આપણા દેશ માટે આપણા માટે કંઈક કરી શકીશું આપણા દેશને વિશ્વ ગુરુ બનાવી શકીશું. વી.વી.પી.ના ટ્રસ્ટી નવીનભાઈ શેઠે પ્રેરક ઉદબોધનમાં જણાવેલ કે સોશિયલ મીડીયામાં સમય ન બગાડીએ અને પોતાના તથા દેશના વિકાસ માટે અવનવુ શીખીએ તથા રીસર્ચ કરી દેશના વિકાસમાં સહભાગી થઈએ. આ પ્રસંગે વી.વી.પી. કેમ્પસમાં વિવિધ જગ્યાઓ પર મહેમાનઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવેલ હતું. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન વી.વી.પી. ઈવેન્ટ મેનેજમેન્ટ કલબના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું.