ખાસ-ખબર સંવાદદાતા
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને શાંઘાઈ કો ઓપરેશન ઓર્ગેનાઈઝેશનની સમિટમાં ઓનલાઈન સંબોધન કર્યુ હતુ. રશિયન સમાજે સશસ્ત્ર બળવાખોરીના પ્રયાસો સામે એકતા અને દેશની સુરક્ષા પ્રત્યે તેમની જવાબદારી દર્શાવી છે.
રશિયન રાષ્ટ્રપતિ પુતિનનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે રશિયામાં પ્રાઈવેટ આર્મી વેગનર ગ્રૂપના ચીફે તાજેતરમાં મોસ્કો સામે બળવો કર્યો હતો. જો કે, આ બળવો થોડા સમય માટે જ ટકી શક્યો હતો અને રશિયન સરકાર કટોકટી પર કાબૂ મેળવવામાં સફળ થઈ હતી. આ ઘટના બાદ બહુપક્ષીય અને આંતરરાષ્ટ્રીય મંચ પર પુતિન પહેલી વખત નજરે પડ્યા હતા.
- Advertisement -
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનના વડાઓની પરિષદની 23મી બેઠકને સંબોધન કરતી વખતે પુતિને યુક્રેન સંઘર્ષ પર કહ્યું હતું કે ’બહારના તત્વો અમારી સરહદની નજીક એવા પ્રોજેક્ટ ચલાવી રહ્યા છે જેથી રશિયાની સુરક્ષા જોખમમાં મુકાઈ શકે. છેલ્લાં આઠ વર્ષથી શસ્ત્રોનો જથ્થો સરહદ નજીકના વિસ્તારોમાં મોકલવામાં આવી રહ્યો છે, ડોનબાસમાં શાંતિપ્રેમી લોકો સામે નાઝીવાદની જેમ આક્રમક વલણ અપનાવાઈ રહ્યુ છે. જોકે યુક્રેન સંઘર્ષ બાદ રશિયન લોકો પહેલા કરતા વધુ એક થયા છે.