સ્વામિનારાયણ સંપ્રદાયના કોઈ પુસ્તકમાં એક પણ સનાતની દેવી-દેવતાઓનું અપમાન ન કર્યું હોય તો નવાઈ લાગે! સહજાનંદ ચરિત્ર પુસ્તકના કેટલાંક વિકૃત દાવા અહીં પ્રસ્તુત છે
જે પ્રમુખ સ્વામીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી અને ભાજપ સાથેની નિકટતાના કારણે પૂજ્ય- પરમ પૂજ્ય, મહાન સંત, પ્રમુખ બાપા, ગુરુ હરિ, અબ્દુલ કલામ પાસે પુસ્તક લખવાનારા વગેરે બતાવવામાં આવ્યા, તે પ્રમુખ સ્વામીએ પડદા પાછળ આ પુસ્તકો છપાવડાવી હતી. કોલેજોમાં અને સમાજમાં યુવાન હિંદુઓને સંન્યાસી બનવા પ્રેરાતા અને પછી તેમની ધાર્મિક તાલીમ માટે આ મદરેસા છાપ પુસ્તકો આપવામાં આવતી. તે હિંદુ સમાજ માટે એવા જ સંત હતા, જેવા રોમન ચર્ચના મધર ટેરેસા હતા. આ પુસ્તકમાં શું-શું લખ્યું છે તેનો વિસ્તૃત ખુલાસો ડૉ. કૌશિક ચૌધરી દ્વારા કરવામાં આવ્યો છે, જે અહીં પ્રસ્તુત છે.
- Advertisement -
1. રામાનંદ સ્વામીએકહ્યું, ‘આ સહજાનંદ સ્વામીમાં સર્વે અવતારો સમાયેલા છે. તેઓ અવતારના પણ અવતારી અને સર્વના કારણ છે.’ (પૃષ્ઠ 3)
2. ત્યારે શારદાદેવીએ કહ્યું, તું શા માટે ઘેરથી નીકળ્યો હતો ? તારે ભગવાન જોઈતા હતા ને ? વળી, ક્ધયા મળતી હતી છતાં શા સારુ બ્રહ્મચારી રહ્યો ! ભગવાન જોઈતા હતા માટે. એમ ઘણો ઉપદેશ દઈ દેવીએ અંતે કહ્યું : ‘સ્વામિનારાયણ તો ઈન્દ્ર, ચંદ્ર, વિષ્ણુ, મહેશ વગેરે સર્વે દેવોના સ્વામી તથા મારા પણ ઉપાસ્ય છે. તે કોઈથી જીતી શકાય તેવા નથી. મારા જેવી કેટલીય દેવીઓ તેમના ચરણની સેવા ઇચ્છે છે. આશ્રિત થા. ત્યાગી થઈને તેમને જ્ઞાન, સેવા અને માટે દીનતા ધરી તેમનો ભક્તિથી રાજી કરી લે.’ (પૃષ્ઠ 10)
- Advertisement -
3. સંતદાસજીએ કહ્યું, ‘સમાધિમાં અક્ષરધામમાં ગયો હતો. ત્યાં દિવ્ય સિંહાસન પર મહારાજને બિરાજમાન જોયા અને ત્યાં સેવામાં ઊભેલા ગરુ રામાનંદ સ્વામીને સ્તુતિ કરતા જોયા. શિવ, બ્રહ્માદિક અનંત દેવો, ઋષિઓ અને અવતારોને મહારાજની એક પગે ઊભા રહી સ્તુતિ કરતા જોયા. પછી રામાનંદ સ્વામીએ મને કહ્યું કે મુક્તાનંદ સ્વામી કેમ માનતા નથી ? (પૃષ્ઠ 15)‘હા, હું જ સચ્ચિદાનંદ પરબ્રહ્મ
પુરુષોત્તમ છું. હું જ રાધા-લક્ષ્મીનો નાથ છું. શાસ્ત્રોમાં મારો મહિમા કહ્યો છે.’
4. આ સાંભળી મહારાજે કહ્યું,…. ‘દસ અવતારો, ચાર વ્યૂહ, ચોવીસ મૂર્તિઓ અને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એક-એક બ્રહ્માંડમાં રહ્યા છે, તેવા અનંત બ્રહ્માંડોને મૂળજી ધરી રહ્યા છે. મૂળજી તો મૂળ માયા, મૂળ પુરુષ, તે સર્વથી પર છે, તે તમારે ઘેર પુત્રરૂપે પ્રગટ થયા છે.’ (પૃષ્ઠ 41)
5. ત્યાં તો મહારાજ નિસરણીના પગથિયે આવીને બોલ્યા : ‘હું સહજાનંદ આ રહ્યો. અહીં જ છું. તમારી પાસે આવું છું.’ એમ કહી મહારાજ નીચે ઊતર્યા. જગજીવનને કટાક્ષમાં પૂછ્યું : ‘તમે પરમેશ્ર્વર છો ? શું તમે જ રાધા અને લક્ષ્મીના પતિ છો ?’
‘હા, હું જ સચ્ચિદાનંદ પરબ્રહ્મ પુરુષોત્તમ છું. હું જ રાધા-લક્ષ્મીનો નાથ છું. શાસ્ત્રોમાં મારો મહિમા કહ્યો છે.’ (મહારાજે કહ્યું.) (પૃષ્ઠ 56)
6. મહારાજ જીવાખાચરના દરબારમાં સંતો તથા હરિભક્તોની સભા કરીને બેઠા. ત્યાં એક જોગી તદન દિગંબર અવસ્થામાં આવ્યા. નગ્ન, માથે જટા, હાથમાં ત્રિશુળ અને શાંત, પણ સહેજ ઉગ્ર મુખ. આવા જોગીને જોઈ સુરાખાચરના મોઢામાંથી નીકળી ગયું, ‘ગધેડીનો બાવો ! વસ્ત્ર વગર નાગો ફરે છે.’ બાવો કંઈ બોલ્યો નહિ. મહારાજને પગે લાગી પાછો ફર્યો.
મહારાજે કહ્યું, ‘સુરાખાચર, તમે અપશબ્દ કેમ બોલ્યા?’ સુરાખાચર કહે, ‘મહારાજ ! એ તો અમારી કાઠીની રીત કહેવાય. નિંદા, સ્તુતિ જે કાંઈ બોલવું હોય તે ગધેડી શબ્દથી શરૂ કરીને કહેવાય. કાઠી માત્ર ‘ગધેડી’ શબ્દ બોલવા શીખે ત્યારે જ બધું ભણી પરવાર્યા કહેવાય.’ મહારાજ કહે, ‘તમને ખબર છે ? સાક્ષાત શિવજી બાવાનું રૂપ ધરીને દર્શને આવ્યા હતા. માટે આજથી નિયમ લ્યો. કોઈ સત્સંગીએ ઊતરતી વાણી, અપશબ્દ કે ગાળ ન બોલવી.’ (પૃષ્ઠ 68)
7. તેથી મહારાજ પરભાવમાં ઘણી વાતો પોતાના સર્વોપરીપણાની કરતા. મહારાજ લોયા, નાગડકા અને પંચાળામાં લગભગ આઠેક મહિના પરમહંસોને પોતાની પાસે રાખી પોતાના સર્વોપરીપણાની વાત કરી. ‘અક્ષરધામ એ સર્વ ધામોથી પર છે. તેમાં માયાનો ભાવ નથી. સ્ત્રી-પુરુષનો ભાવ નથી. અગ્નિ, વરુણ, વાયુ, ઇન્દ્ર, સૂર્ય, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, અનિરુદ્ધ, પ્રદ્યુમ્ન, વાસુદેવ, રામચંદ્ર, નરનારાયણ, શ્રીકૃષ્ણ, વૈરાજપુરુષ… આદિ સર્વથી પર અમારું અક્ષરબ્રહ્મ છે. તેથી પણ પર હું છું. પણ તમને સૌને સુખ મળે એટલા માટે મનુષ્ય જેવો હું થયો છું. મારો અવતાર તો અવિદ્યાનો નાશ કરવા અને સૌને એકાંતિકી સ્થિતિ પમાડી, આત્યંતિક કલ્યાણ કરવા થયો છે.’ (પૃષ્ઠ 83-84)
8. ત્યાં મહારાજે તેની સામે દૃષ્ટિ કરી. તેને ચરણારવિંદમાંથી તેજનો સમૂહ નીકળતો દેખાયો. અનંત બ્રહ્માંડોને લીન કરી નાંખે તેવું તેજ હતું. તેને સમાધિ થઈ, સમાધિમાં અક્ષરધામ દેખાયું. દિવ્ય સિંહાસન પર મહારાજ બેઠેલા જોયા. બધા અવતારો અને મુક્તોને મહારાજની સેવામાં જોયા. તેને અનંત શિવજી મહારાજની સેવામાં દેખાયા.
બ્રાહ્મણ શંકરનો ઉપાસક હતો. તેથી શંકરે તેને કહ્યું, ‘શ્રીજીમહારાજ તો સર્વ અવતારના અવતારી અને સર્વ કારણના કારણ પુરુષોત્તમ નારાયણ છે. માટે તું એમનો આશરો કરી તેમનું ભજન કર. તો તને અક્ષરધામની પ્રાપ્તિ થશે.’ (પૃષ્ઠ 86)
9. (મહારાજે) માથે પાઘ ધારણ કરી. પછી કહ્યું, ‘બોલો, હવે અમને કેવા કહેશો? સાધુરૂપ કે રાજારૂપ?’
ત્યારે સૌ બોલ્યા, ‘મહારાજ ! આ તો બેમાંથી એકેય ન કહેવાય.’ ત્યારે મહારાજે કહ્યું, ‘અમ જેવા તો અમે એક જ. આગલ્યા બધા તો અવતાર અને અમે અવતારી.’
સૌ સાનમાં સમજી ગયા. બધાને નિશ્ર્ચય થઈ ગયો. અવતાર અને અવતારીનો ભેદ સમજાઈ ગયો. (પૃષ્ઠ 113)