સારસવા ખાતે વ્યસન મુક્ત ઘરની પહેલ
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ
ગીર સોમનાથ જિલ્લાના ઈન્ચાર્જ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.અરુણ રોય તેમજ એપેડેમિક મેડીકલ ઓફિસર શ્રી ડો.ડી.કે.ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણીના ભાગરૂપે વેરાવળ તાલુકાના સારસવા ગામ ખાતે જિલ્લા તમાકુ નિયંત્રણ સેલ તેમજ ઈન્ડિયન રેયોન- જનસેવા ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે રાત્રીસભા યોજાઈ હતી.
- Advertisement -
વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણીના ભાગરૂપે યોજાયેલી આ રાત્રીસભામાં ઉપસ્થિત તમામ ગ્રામજનોને તમાકુ વિરોધી વીડિયો, તમાકુ થી થતા નુકસાન, તમાકુ છોડવા માટેના ઉપાય, તમાકુ વિરોધી કાયદાની માહિતી આપવામાં આવી હતી. તેમજ ગામમાં વ્યસનનું પ્રમાણ વધુ હોવાના કારણે સારસવા ગામ ખાતે વ્યસનમુક્તઘર ની નવી પહેલ શરુ કરવામાં આવી હતી.