આલિયા ભટ્ટ પોતાની બેબી ગર્લના જન્મ બાદ હવે તેને ઘરે લઇને આવી ગઇ છે. હવે દરેક વ્યક્તિ તેની લિટલ પ્રિન્સેસની ઝલક મેળવવા માટે આતુર છે. પરંતુ આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે પોતાની બેબી ગર્લ સાથે મુલાકાત કરનારા લોકો માટે બે મોટી શરત રાખી છે.
આ લોકો જ આલિયા-રણબીરની નાની પરીને મળી શકશે
- Advertisement -
જે લોકો આ નિયમોને ફૉલો કરશે તેવા લોકો બેબી ગર્લને મળી શકશે. 6 નવેમ્બરે આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના ઘરે નાની પરીએ જન્મ લીધો. બેબી ગર્લ આવવાથી રણબીર-આલિયાના જીવનમાં ખુશી ડબલ થઇ ગઇ. આલિયા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઇને ઘરે પહોંચી ગઇ છે.
View this post on Instagram- Advertisement -
રણબીર-આલિયાએ મુકી આ શરત
10 નવેમ્બરે આલિયા ભટ્ટ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઇને ઘરે આવી ગઇ છે. જેવુ કેમેરામેનોને ખબર પડી કે આલિયા હોસ્પિટલમાંથી નિકળવાની છે, તેમને કેમેરામાં કેપ્ચર કરનારા લોકોની ભીડ એકત્રિત થઇ ગઇ. ઘણા કેમેરામેનને તો કારનો પીછો કરતા જોવામાં આવ્યાં હતા. ત્યારબાદ સોશિયલ મીડિયામાં ઘણી તસ્વીરો પણ વાયરલ થઇ. જેમાં કહેવામાં આવ્યું કે આ રણબીર-આલિયાની પુત્રીની તસ્વીર છે. પરંતુ આ ખોટી નિકળી.
View this post on Instagram
નો-પિક્ચર્સ ગાઈડલાઈન બનાવી
આ બધી વાતને ધ્યાનમાં રાખીને કપૂર અને ભટ્ટ ફેમિલીએ બેબી ગર્લ માટે કેટલાંક નિયમો બનાવ્યાં છે. રિપોર્ટસ મુજબ, કપૂર અને ભટ્ટ ફેમિલી પોતાની નાની દીકરીને ફોટોગ્રાફરોની સામે લાવવા માંગતા નથી. તેઓ ઈચ્છતા નથી કે કોઈ તેમની દીકરીના ફોટા પાડે. આલિયા અને રણબીરે પોતાની પ્રિન્સેસને મળનારા માટે નો-પિક્ચર્સ ગાઈડલાઈન બનાવી છે. એટલેકે જે પણ આલિયા ભટ્ટની બેબીને મળવા જશે તેઓ બાળકીની તસ્વીરો ખેંચી શકશે નહીં.