પૂર્વ મુખ્યમંત્રી અને સપા નેતા મુલાયમ સિંહ યાદવના નિધનને પગલે ઉત્તર પ્રદેશના એક રાજકીય યુગનો સૂર્યાસ્ત થયો છે. ત્યારે તેમના દીકરા અખિલેશ યાદવે પ્રથમ પ્રતિક્રિયા આપી હતી.
સમાજવાદી પાર્ટીના સ્થાપક મુલાયમ સિંહ યાદવના નિધનને પગલે અખિલેશ યાદવે પ્રથમ પ્રતિક્રિયા ટ્વીટર પર શેર કરતા લખ્યું કે, મારા આદરણીય પિતાજી અને સૌના નેતાજી નથી રહ્યા.
- Advertisement -
मेरे आदरणीय पिता जी और सबके नेता जी नहीं रहे – श्री अखिलेश यादव
— Samajwadi Party (@samajwadiparty) October 10, 2022
- Advertisement -
આજે સવારે 8.16 મિનિટે લીધા અંતિમ શ્વાસ
ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના ફાઉન્ડર મુલાયમ સિંહ યાદવનું 83 વર્ષની વયે ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં નિધન થતા શોક વ્યાપ્યો હતો.દેશની રાજનીતિમાં એક યુગનો અસ્ત થયો છે. કદ્દાવર નેતા અને નેતાજીના હુલામણા નામથી જાણીતા બનેલા યુપીના પૂર્વ સીએમ મુલાયમ સિંહ યાદવનું અવસાન થતા શોકની લહેર દોડી ગઈ છે. મુલાયમ સિંહે યાદવે ગુરુગ્રામની જાણીતી મેદાંતા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. મુલાયમ સિંહ યાદવને શ્વાસ લેવામા તકલીફ અને બીજી બીમારીઓને કારણે 2 ઓક્ટોબરે ગુરુગ્રામની મેદાતાં હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.
Mulayam Singh Yadav Ji distinguished himself in UP and national politics. He was a key soldier for democracy during the Emergency. As Defence Minister, he worked for a stronger India. His Parliamentary interventions were insightful and emphasised on furthering national interest. pic.twitter.com/QKGfFfimr8
— Narendra Modi (@narendramodi) October 10, 2022
વડાપ્રધાન મોદીએ વ્યક્ત કર્યું દુ:ખ
સપા નેતા અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી મુલાયમ સિંહ યાદવના નિધનને પગલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વ્યક્ત દુ:ખ વ્યક્ત કર્યું હતું. ટ્વીટર પરની પોસ્ટમાં તેમણે જણાવ્યું કે, મુલાયમ સિંહ યાદવે ઉત્તર પ્રદેશ અને રાષ્ટ્રીય રાજનીતિમાં પોતાની અલગ ઓળખ ઉભી કરી છે. તેઓ કટોકટી દરમિયાન લોકતંત્રના એક મુખ્ય સૈનિક રહ્યા.