બંને દેશના રક્ષા મંત્રીઓએ કર્યા હસ્તાક્ષર
ખાસ-ખબર સંવાદદાતા
રશિયાના વિદેશ મંત્રી સર્ગેઇ લાવરોવ અને રક્ષા મંત્રી સર્ગેઇ શોઈગુ ભારત પ્રવાસે પહોંચી ગયા છે. રશિયાના આ બંને નેતાઓએ વિદેશ મંત્રી એસ. જયશંકર અને રક્ષા મંત્રી રાજનાથસિંહની સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ બેઠકોનો સિલસિલો શરૂ થઈ ગયો હતો.
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન એક દિવસના ભારત પ્રવાસે આવી રહ્યા છે. પુતિન સોમવારે સવારે ભારત પહોંચશે અને મોડી સાંજે મોસ્કો જવા રવાના થશે. જો કે, નવી દિલ્હીમાં તેમનો કાર્યક્રમ ઘણો વ્યસ્ત રહેશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પુતિનની ભારત મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે ઘણા કરારો થઈ શકે છે. પુતિનની આ મુલાકાત પર અમેરિકાની પણ ચાંપતી નજર રહેશે. ભારત અને રશિયા વચ્ચે પ્રથમ 2+2 વાતચીત થશે.
- Advertisement -
અનેક સેકટરમાં સમજૂતી થઈ શકે
રશિયાના મીડિયા મુજબ પુતિનના એક દિવસના પ્રવાસ દરમિયાન બંને દેશો વચ્ચે ટ્રેડ, એનર્જી, કલ્ચર, ડિફેન્સ, સ્પેસ અને ટેક્નોલોજી ક્ષેત્રે લગભગ 10 સમજૂતીઓ થઈ શકે છે. ડિફેન્સ સેકટર પર દુનિયાની નજર વધુ રહેશે. આ પૈકી જ-400 મિસાઈલ ડિફેન્સ સિસ્ટમની સમજૂતી બાબતે અમેરિકા પરેશાન છે.
- Advertisement -
દુનિયાની સૌથી દમદાર એસોલ્ટ રાઇફલ છે AK-203
ભારતનાં રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને રશિયાના રક્ષા મંત્રી સર્ગેઇ શોઈગુની બેઠક મળી હતી. આ બેઠકમાં બંને દેશના નેતાઓએ ભારત અને રશિયા વચ્ચે એસોલ્ટ રાઇફલ AK-203 કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આ એસોલ્ટ રાઈફલ દુનિયાની સૌથી દમદાર એસોલ્ટ રાઈફલ છે. આ દ્વારા ભારત-રશિયા રાઇફલ પ્રાઈવેટ લિમિટેડના માંધ્યમથી 6,01,427 7.63×39 મિમી આસોલ્ટ રાઈફલ્સ અઊં-203ની ખરીદી માટે કરાર કરવામાં આવ્યા હતા. 2021-2031 સુધીના સૈન્ય-ટેકનિકલ સહકાર માટેના કાર્યક્રમ જેવા કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.