ખાસ-ખબર સંવાદદાતા
ચાઈનીઝ દોરીનું વેચાણ કરી જાહેરનામાનો ભંગ કરનાર મગનભાઈ કુમારખાણીયાને આજી ડેમ પોલીસ સ્ટશનની ટીમે ચાઈનીઝ દોરીના જથ્થા સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ તથા સંયુક્ત પોલીસ કમિશનર વિધી ચૌધરી તથા નાયબ પોલીસ કમિશનર સજનસિંહ પરમાર (ઝોન 1) તથા મદદનીશ પોલીસ કમિ. પૂર્વવિભાગ વી. એમ. રબારીના માર્ગદર્શન હેઠળ સ્ટાફના માણસોને મકરસંક્રાંતિ તહેવાર અનુસંધાને જાહેરનામા ભંગના કેસો કરવા સૂચના આપી હોય જે અનુસંધાને સરધાર ઓ.પી.ના પો.સ.ઈ. એચ. એન. જામંગ તેમના સ્ટાફ સાથે સરધાર આઉટ પોસ્ટ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન આગામી મકરસંક્રાંતિ તહેવાર અનુસંધાને ચાઈનીઝ દોરીના વેચાણ તથા ઉપયોગ પર પ્રતિબંધ ફરમાવતુ જાહેરનામુ પો.કમિ. રાજકોટ શહેરના જાહેરનામા બહાર પાડવામાં આવ્યું હોય જે જાહેરનામાનો ભંગ કરી ચાઈનીઝ દોરીના જથ્થા સાથે મગનભાઈ સોમાભાઈ કુમારખાણીયા (જાતે. કોળી ઉ.વ. 45 ધંધો મજુરી રહે. સરધાર)ને મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
ચાઈનીઝ દોરીનું વેચાણ કરી જાહેરનામાનો ભંગ કરનાર શખ્સને પકડી પાડતી આજી ડેમ પોલીસ
![](https://khaskhabarrajkot.com/wp-content/uploads/2024/01/5-14.gif)