યાત્રીઓની વધતી સંખ્યાને લઈને એર લાઈન્સનો નિર્ણય
37 દેશોના સમર શેડયુલ લિસ્ટમાં આ વખતે અફઘાનિસ્તાનનો સમાવેશ નહીં
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.22
ઉનાળાની ઋતુમાં ફલાઈટથી દેશ-વિદેશની યાત્રા કરનારાઓ માટે સારી ખબર છે. યાત્રીઓની વધતી સંખ્યાને જોતા મોટાભાગની ભારતીય એરલાઈન્સે દેશ-વિદેશમાં જતી પોતાની ફલાઈટની સંખ્યા વધારી દીધી છે. જો કે આ વખતે ભારતથી અફઘાનીસ્તાન જનારાઓને પરેશાની થઈ શકે છે. કારણે 37 દેશોની સમર શેડયુલ લિસ્ટમાં આ વખતે અફઘાનીસ્તાનનું નામ જાહેર નથી કરાયું. ડીજીસીએ તરફથી ભારતીય એરલાઈન્સ માટે 31 માર્ચથી 26 ઓકટોબર સુધીના જાહેર શિડયુલ-2024 અંતર્ગત ભારતના 125 ડોમેસ્ટીક અને ઈન્ટરનેશનલ એરપોર્ટથી દર સપ્તાહે 26197 ડોમેસ્ટીક અને ઈન્ટરનેશનલ ફલાઈટ ટેક ઓફ કરશે, જયારે ગત ઉનાળામાં ફલાઈટોના ટેક ઓફ કરવાની સંખ્યા 24736 હતી.
ગો એરના શટ ડાઉન થવાથી તેનું તો કોઈ શેડયુલ નથી પરંતુ સ્ટાર એર, વિસ્તારા અકાસા અને ઈન્ડીગો સહિત કેટલીક અન્ય એર લાઈન્સે પોતાની ફલાઈટો વધારી દીધી છે. જો કે સ્પાઈસ જેટે પોતાના સમર શેડયુલમાં 2023ની તુલનામાં 26 ટકા ફલાઈટ ઘટાડી છે. આમેય ઓવર ઓલ ડોમેસ્ટીક સેકટરમાં લગભગ 6 ટકા ફલાઈટ વધી છે.
રોજ 208 વધુ ફલાઈટ: આંકડાને ધ્યાનમાં લેવામાં આવે તો દેશના વિભિન્ન એરપોર્ટ પર દરરોજ 208 વધુ ફલાઈટ ટેક ઓફ કરશે. શેડયુલ મુજબ વર્ષ 2023માં વિભિન્ન એરપોર્ટથી 3533 ફલાઈટસે ઉડાન ભરી હતી, જયારે આ વખતે 3742 ફલાઈટ ટેક ઓફ કરશે. આમાં સૌથી વધુ ફલાઈટ દિલ્હી, મુંબઈ, બેંગલુરુ, અમદાવાદ, હૈદ્રાબાદ અને ચેન્નાઈ સહિત અન્ય એરપોર્ટથી ટેક ઓફ કરશે.