વાયુસેનાના દિલધડક પરફોર્મન્સ જોઈ લોકો આશ્ર્ચર્યચકિત થયા
કાલના કાર્યક્રમો રાજકોટની આકાશ અને ધરતી બંનેને દેશપ્રેમ, ગૌરવ અને સંગીતની સુંદરતાથી રંગશે
- Advertisement -
આવતીકાલે સવારે 10 કલાકે કાર્યક્રમ યોજાશે: સ્કૂલના વિદ્યાર્થીઓએ વાયુસેનાના કરતબો જોઈ ભરપૂર આનંદ માણ્યો
અટલ સરોવર વિસ્તારમાં વિશેષ વ્યવસ્થા: 20 જેટલી મોટી સ્ક્રીન પર એરફોર્સ પરફોર્મન્સનો લાઈવ આનંદ માણી શકાશે
ખાસ-ખબર ન્યૂઝ ઈં રાજકોટ
- Advertisement -
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ભારતીય વાયુસેનાના સહયોગથી આવતીકાલે સૂર્યકિરણ એરોબેટિક ટીમ દ્વારા યોજાનારા ભવ્ય એર શો યોજાનાર છે તેનું રિહર્સલ આજે યોજાયું હતું. જેમાં સ્કૂલના વિદ્યાર્થીઓ, વાલીઓ અને નાગરિકો આ દિલધડક પરફોર્મન્સ જોઈ લોકો આશ્ચર્યચકિત થયા હતા. પ્રથમ વખત શહેરના નાગરિકોને પ્રતિષ્ઠિત એર ફોર્સ બેન્ડનું આકર્ષક લાઇવ પરફોર્મન્સ માણવાની પણ તક મળી છે. આ ઉપરાંત, આ કાર્યક્રમમાં વધુ એક રોમાંચક આકર્ષણનો ઉમેરો થયો છે. રવિવારના રોજ યોજાનાર આ ભવ્ય કાર્યક્રમમાં ભારતીય વાયુસેનાની પ્રતિષ્ઠિત આકાશ ગંગા સ્કાયડાઈવિંગ ટીમનું રોમાંચક લાઇવ પ્રદર્શન પણ થશે. આ ટીમના જાંબાઝ જવાનો ઉડતા એરક્રાફ્ટમાંથી આશરે 8000 ફૂટની ઊંચાઈએથી પેરાશુટ સાથે આકાશમાં દિલધડક જમ્પ લગાવશે, જે દર્શકો માટે અવિસ્મરણીય અનુભવ બની રહેશે. અટલ સરોવર આસપાસના સ્માર્ટ સીટીના વિસ્તારમાં રવિવાર 7 ડિસેમ્બરે સવારે 10 વાગ્યે આ કાર્યક્રમ યોજાનાર છે. મુખ્ય કાર્યક્રમની પૂર્વ તૈયારી રૂપે આજે સવારે 10:00 કલાકે સૂર્યકિરણ એર-શોનું ફૂલ ડ્રેસ રિહર્સલ કરવામાં આવ્યુ હતું. આ કાર્યક્રમનું આયોજન શહેરના નાગરિકો માટે સંપૂર્ણપણે વિનામૂલ્યે રાખવામાં આવ્યું છે. જેમાં એર-શો અને શસ્ત્ર પ્રદર્શન નિહાળવા માટે કોઈ ટિકિટ કે પાસની આવશ્યકતા નથી. આજે સવારે વેપન ડિસ્પ્લેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. એરફોર્સ બેન્ડના પરફોર્મન્સ દ્વારા સ્વાગત કરાશે. બાદમાં ઈ-295 એરક્રાફ્ટ ફ્લાયપાસ થશે અને આકાશ ગંગા સ્કાયડાઈવિંગ ટીમ દ્વારા આકાશમાંથી જમ્પ કરી પરફોર્મન્સ કરવામાં આવશે. જમ્પ કરેલા જવાનોને હેલિકોપ્ટર ખઈં-17ટ5 દ્વારા વિંગસિંગ ઓપરેશન કરીને એરલિફ્ટ કરવામાં આવશે. ત્યારબાદ એરફોર્સ બેન્ડ પરફોર્મન્સ કરશે અને અંતે આકાશમાં ભવ્ય સૂર્યકિરણ એર-શો યોજાશે.
આકાશ ગંગા સ્કાયડાઈવિંગ ટીમના દિલધડક સ્ટન્ટ
ભારતીય વાયુસેનાની પ્રતિષ્ઠિત આકાશ ગંગા સ્કાયડાઈવિંગ ટીમ પોતાના આંખને ચમકાવી દે તેવા પ્રદર્શન કર્યું હતું. આકાશ ગંગા સ્કાયડાઈવિંગ ટીમ દેશ-વિદેશમાં પોતાની કૌશલ્યપૂર્ણ હવાઈ કળાઓ માટે ઓળખાય છે. ટીમના પેરાટ્રૂપર્સ આકાશમાંથી ઝડપભેર ઝંપલાવી અનોખા ફોર્મેશન, રંગીન સ્મોક ટ્રેઈલ્સ અને અત્યંત દિલધડક સ્ટન્ટ્સ રજૂ કર્યા હતા આ કાર્યક્રમ દરમિયાન દર્શકોને દેશના વીર જવાનોની તૈયારી, શિસ્ત અને સાહસનો જીવંત અનુભવ થયો હતો
ભારતીય વાયુસેનાની ‘ગરૂડ સ્પેશિયલ ફોર્સ’ વિશે માહિતી મેળવી શકાશે
ગરૂડ સ્પેશિયલ ફોર્સ 2004માં તેનું ગઠન થયું. તેનું નામકરણ ભારતીય સાંસ્કૃતિક ઇતિહાસના મહત્વપૂર્ણ પક્ષી ગરૂડથી પ્રેરિત છે. ગરુડ કમાન્ડોની ટ્રેનિંગ અત્યંત પડકારજનક અને કઠિન હોય છે. આ ફોર્સ હાઈ રિસ્ક મિશન, કાઉન્ટર ટેરરિઝમ ઓપરેશન, રેસ્ક્યુ મિશન માટે કામ કરે છે. આ ઉપરાંત કુદરતી આપત્તિમાં રાહત અને બચાવ કાર્યોમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. ગરૂડ ફોર્સનું સૂત્ર “પ્રહાર સે સુરક્ષા’ છે.



