ટાટા ગ્રુપની એરલાઇન્સ બની ચુકેલી એર ઇન્ડિયાએ પોતાના નવા લોગોને લોન્ચ કરી દીધો છે. એર ઇન્ડિયા હવે નવા લોગો, બ્રાંડ અને ઓળખ સાથે જોવા મળશે. એર ઇન્ડિયાનો નવો લોગો બોલ્ડ અને અસીમિત સંભાવનાઓના પ્રતીકને દર્શાવે છે.
એર ઇન્ડિયા છેલ્લા 15 મહિનાથી નવા લોગો પર કામ કરી રહ્યા હતા. કંપનીએ કહ્યું કે, એર ઇન્ડિયાનો નવો લોગો દિ વિસ્તા સોનાના બારીની ફ્રેમના શીખરથી પ્રેરિત છે, જે અસીમિત સંભાવનાઓ, પ્રગતિશીલ અને ભવિષ્યની એર લાઇન્સના સાહસીક આત્મ વિશ્વાસપુર્ણ દ્રષ્ટીકોણને દર્શાવે છે.
- Advertisement -
Revealing the bold new look of Air India.
Our new livery and design features a palette of deep red, aubergine, gold highlights and a chakra-inspired pattern.
Travellers will begin to see the new logo and design starting December 2023.#FlyAI #NewAirIndia
- Advertisement -
*Aircraft shown are… pic.twitter.com/KHXbpp0sSJ
— Air India (@airindia) August 10, 2023
નવા લોગોના લોન્ચિંગ અંગે ટાટા સન્સના ચેરમેન એન.ચંદ્રશેખરે કહ્યું કે, એર ઇન્ડિયાને આજે અમે નવા વિઝન સાથે રજુ કરી રહ્યા છીએ. તેમણે કહ્યું કે, ગત્ત 12 મહિનાથી એક મજબુત ટીમને તૈયાર કરી છે અને એરલાઇનના તમામ એમ્પલોઇઝને અપગ્રેડ કરવામાં આવી રહ્યા છે. એન.ચંદ્રશેખરે કહ્યું કે, એર ઇન્ડિયા પોતાના વિમાનના ફ્લિટને સતત બેહતર બનાવવા અંગે કામ કરી રહી છે. તેને ગ્લોબલ સ્ટાન્ડર્ડના આધારે બનાવી શકાય.
ફ્યુચર બ્રાંડ સાથે મળીને આ નવા લોગોને ડિઝાઇન કરવામાં આવી છે. એર ઇન્ડિયાના યાત્રીઓનો નવો લોગો ડિસેમ્બર 2023 થી વિમાનો પર નજર આવશે. જ્યારે એર ઇન્ડિયાની પહેલી એરબસ અ 350 તેના ફ્લિટમાં નવા લોગો સાથે જોડાશે.