MP કેસી વેણુગોપાલ સહિત અનેક સાંસદોને લઈને જતી ફ્લાઇટનું ઇમર્જન્સી લેન્ડિંગ
દિલ્હી જતી એર ઇન્ડિયા ચેન્નઈમાં ડાઇવર્ટ, વેણુગોપાલે કહ્યું- લેન્ડિંગ સમયે બીજું વિમાન સામે આવ્યું
- Advertisement -
પાંચ સાંસદ સહિત 100 મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
કોંગ્રેસના સાંસદ વેણુગોપાલે મોટો દાવો કર્યો છે કે એર ઈન્ડિયાની ફ્લાઈટ દુર્ઘટનામાં માંડ માંડ બચી ગઈ. તિરુવનંતપુરમથી દિલ્હી જતી ફ્લાઈટ ખરાબ હવામાનને કારણે ચેન્નાઈ ડાયવર્ટ કરવામાં આવી હતી. પરંતુ લેન્ડિંગની પરવાનગી ન મળવાને કારણે ફ્લાઈટ બે કલાક સુધી હવામાં લટકતી રહી. તેમણે દાવો કર્યો હતો કે જ્યારે ચેન્નાઈમાં લેન્ડિંગની પરવાનગી આપવામાં આવી ત્યારે બીજી ફ્લાઈટ પહેલાથી જ રનવે પર હાજર હતી. આ કારણે, એર ઈન્ડિયાના પાયલોટે કટોકટીમાં લેન્ડિંગ રદ કરવું પડ્યું અને ફરીથી ટેકઓફ કરવું પડ્યું. વેણુગોપાલે આ સમગ્ર ઘટના વિશે ટ્વિટ કરીને કહ્યું, ‘પાયલટની સમજદારીને કારણે જ અમારા જીવ બચી ગયા.’ તે જ સમયે, એર ઈન્ડિયાએ તેમના નિવેદનનો જવાબ આપતા કહ્યું,’ ખરાબ હવામાનને કારણે, તિરુવનંતપુરમથી દિલ્હી જતી ફ્લાઈટ ચેન્નાઈ ડાયવર્ટ કરવી પડી. ફ્લાઈટને સુરક્ષિત રીતે લેન્ડ કરવામાં આવી છે. બધા મુસાફરો સુરક્ષિત છે.
સાંસદ વેણુગોપાલે ટ્વિટર પર લખ્યું, ત્રિવેન્દ્રમથી દિલ્હી જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ નંબર અઈં 2455, જે મને, ઘણા સાંસદો અને સેંકડો મુસાફરોને લઈને જઈ રહી હતી, આજે ભયાનક રીતે દુર્ઘટનાની નજીક પહોંચી ગઈ. વિલંબથી શરૂ થયેલી મુસાફરી એક કષ્ટદાયક મુસાફરીમાં ફેરવાઈ ગઈ. ટેકઓફ કર્યાના થોડા સમય પછી, અમને એક ખતરનાક પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો. લગભગ એક કલાક પછી, કેપ્ટને ફ્લાઇટ સિગ્નલમાં ખામી જાહેર કરી અને વિમાનને ચેન્નાઈ તરફ વાળ્યું. લગભગ બે કલાક સુધી, અમે એરપોર્ટ પર લેન્ડિંગ પરવાનગીની રાહ જોતા ફર્યા, જ્યાં સુધી અમારા પહેલા પ્રયાસ દરમિયાન એક પણ ક્ષણ એવી ન હતી જે હૃદયદ્રાવક ન હોય. એવું કહેવામાં આવી રહ્યું હતું કે તે જ રનવે પર બીજું વિમાન હતું. કેપ્ટનના તાત્કાલિક રોકવાના નિર્ણયથી ફ્લાઇટમાં સવાર તમામ લોકોના જીવ બચી ગયા. બીજા પ્રયાસમાં વિમાન સુરક્ષિત રીતે ઉતર્યું. કુશળતા અને નસીબના કારણે અમે બચી ગયા. મુસાફરોની સલામતી નસીબ પર આધાર રાખી શકાતી નથી. હું ઉૠઈઅઈંક્ષમશફ અને ખજ્ઞઈઅૠજ્ઞઈં ને વિનંતી કરું છું કે તેઓ આ ઘટનાની તાત્કાલિક તપાસ કરે, જવાબદારી નક્કી કરે અને ખાતરી કરે કે આવી ભૂલો ફરી કયારેય ન થાય.
- Advertisement -
અમદાવાદ પ્લેન ક્રેશની ઘટના બાદ એર ઇન્ડિયાની મુશ્ર્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં હવે રવિવારે રાત્રે તિરુવનંતપુરમથી દિલ્હી જઈ રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટને ટેકનીકલ ખામી અને ખરાબ હવામાનના લીધે ચેન્નાઈમાં ઈમરજ્ન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. આ ફ્લાઈટ બે કલાકથી વધુ સમય સુધી હવામાં રહી હતી. આ અંગે એરલાઈન કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, 10 ઓગસ્ટના રોજ તિરુવનંતપુરમથી દિલ્હી જઈ રહેલી એર ફ્લાઇટ અઈં2455 ના પાયલોટે શંકાસ્પદ ટેકનિકલ ખામી અને રસ્તામાં ખરાબ હવામાનના કારણે સલામતીના ભાગરૂપે વિમાનને ચેન્નાઈ તરફ વાળ્યું છે.
આ અંગે મળતી માહિતી મુજબ આ ફ્લાઈટ રવિવારે રાત્રે આઠ વાગે બાદ તિરુવનંતપુરમથી ઉપડી હતી. જયારે રાત્રે 10.35 વાગ્યે ચેન્નાઈમાં ઈમરજ્ન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. આ વિમાનમાં પાંચ સાંસદ દિલ્હી જઈ રહ્યા હતા. કેસી વેણુગોપાલ, કોડિકુન્નિલ સુરેશ, અદૂર પ્રકાશ, કે. રાધાકળષ્ણન અને રોબર્ટ બ્રુસ દિલ્હી જઈ રહ્યા હતા. આ ફલાઈટના ઈમરજ્ન્સી લેન્ડિંગ બાદ કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે આ ઘટનાને બાલ બાલ જીવ બચ્યો હોય તેવી ગણાવી હતી.
કેસી વેણુગોપાલે આ અંગે એક્સ પર પોસ્ટ કરતા કહ્યું કે, તિરુવનંતપુરમથી દિલ્હી જઈ રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ અઈં2455 જેમાં અનેક સાંસદ અને યાત્રીઓ સવાર હતા. આજે દુર્ઘટનાની ખુબ નજીક પહોંચી ગઈ હતી. જેમાં ઉડાનના સમયમાં વિલંબ થયો હતો. તેમજ ઉડાન ભરતાની સાથે જ તેજ આંચકા આવવા લાગ્યા હતા. તેમજ ઉડાનના એક કલાક બાદ કેપ્ટને જણાવ્યું કે ફ્લાઈટના સિગ્નલની ખામી સર્જાઈ છે. જેના લીધે ફ્લાઈટને ચેન્નાઈ લેન્ડ કરવામાં આવી રહી છે.