ભારતીય અને ચીની સૈનિકો વચ્ચેની અથડામણ વચ્ચે ભારતીય વાયુસેના ગુરુવારથી ઉત્તર-પૂર્વમાં ચીન સરહદ નજીક બે દિવસીય સૈન્ય કવાયત
અરુણાચલ પ્રદેશના તવાંગ સેક્ટરમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચેની અથડામણ વચ્ચે ભારતીય વાયુસેના ગુરુવારથી ઉત્તર-પૂર્વમાં ચીન સરહદ નજીક બે દિવસીય (15 અને 16 ડિસેમ્બર) કવાયત કરશે. તેના લગભગ તમામ ફ્રન્ટલાઈન ફાઈટર જેટ્સ પણ આ કવાયતમાં સામેલ થશે.
- Advertisement -
સૂત્રોના જણાવ્યા અનુસાર, કવાયતનો ઉદ્દેશ પૂર્વીય ક્ષેત્રમાં તેની કામગીરી અને ક્ષમતાઓનું પરીક્ષણ કરવાનો છે. જોકે આ કવાયતનું આયોજન ભારત અને ચીનની સેનાઓ સામસામે આવે તે પહેલા કરવામાં આવી હતી, તેથી કવાયતનો તાજેતરની અથડામણ સાથે કોઈ સંબંધ નથી. વાયુસેનાનો આ દાવપેચ તેજપુર, ચાબુઆ, જોરહાટ અને હાશિમારા એરબેઝ પર યોજાશે. આ દાવપેચ એરફોર્સના ઈસ્ટર્ન કમાન્ડ દ્વારા કરવામાં આવશે. પૂર્વોત્તર કમાન્ડ દ્વારા ચીન, બાંગ્લાદેશ અને મ્યાનમારની સરહદો પર નજર રાખવામાં આવે છે.
આવા સમયે ભારતીય વાયુસેનાની આ કવાયતને તવાંગમાં થયેલી અથડામણ સાથે પણ જોડવામાં આવી રહી છે. જોકે વાયુસેનાનું કહેવું છે કે, આ એક નિયમિત કવાયત છે અને તેની પહેલેથી તારીખ હતી અને તેને અથડામણ સાથે કોઈ લેવાદેવા નથી. આ કવાયતનો હેતુ પૂર્વીય ક્ષેત્રમાં તેની કામગીરી અને ક્ષમતાઓનું પરીક્ષણ કરવાનો છે. પૂર્વોત્તર કમાન્ડ દ્વારા ચીન, બાંગ્લાદેશ અને મ્યાનમારની સરહદો પર નજર રાખવામાં આવે છે.
સૂત્રોએ જણાવ્યું કે ભારતીય વાયુસેનાના ફ્રન્ટલાઈન ફાઈટર એરક્રાફ્ટ જેમાં સુખોઈ-30 MKI અને રાફેલ જેટ સામેલ છે તે કવાયતનો ભાગ હશે. સૂત્રએ જણાવ્યું હતું કે પૂર્વોત્તરમાં તમામ ફ્રન્ટલાઈન એર બેઝ અને કેટલાક મુખ્ય એડવાન્સ લેન્ડિંગ ગ્રાઉન્ડ્સ (ALGs) કવાયતમાં સામેલ થશે. સૂત્રોએ એમ પણ કહ્યું હતું કે આ હવાઈ કવાયતનો ફોકસ એ વાતની પુષ્ટિ કરવાનો છે કે કોઈ ચોક્કસ પરિસ્થિતિમાં આક્રમક અને સંરક્ષણ વ્યૂહરચના કેટલી ઝડપથી લાગુ કરી શકાય છે.
- Advertisement -
અરુણાચલ અને સિક્કિમમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) સાથે પૂર્વીય લદ્દાખના સ્ટેન્ડઓફને પગલે સેના અને વાયુસેના છેલ્લા બે વર્ષથી ઉચ્ચ સ્તરની ઓપરેશનલ તૈયારીઓ જાળવી રહી છે. ભારતીય વાયુસેનાએ ગયા અઠવાડિયે અરુણાચલ પ્રદેશના તવાંગ સેક્ટરમાં એલએસીની ભારત બાજુએ ચીન દ્વારા વધતી હવાઈ ગતિવિધિઓને પગલે તેના ફાઇટર જેટ ઉડાડ્યા હતા. સૂત્રોએ જણાવ્યું હતું કે, તવાંગ સેક્ટરમાં યાંગત્સે સેક્ટરમાં એકપક્ષીય સ્થિતિને બદલવા માટે ચીની સેનાના 9 ડિસેમ્બરના પ્રયાસ પહેલા ચીન દ્વારા આ ક્ષેત્રમાં ડ્રોન સહિત કેટલાક એરિયલ પ્લેટફોર્મની તૈનાતી કરવામાં આવી હતી.
તવાંગમાં શું થયું હતું ?
ભારતીય સેનાએ સોમવારે એક નિવેદન જાહેર કરીને કહ્યું હતું કે, 9 ડિસેમ્બરે તવાંગ સેક્ટરમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે અથડામણ થઈ હતી. આ અથડામણમાં બંને પક્ષના કેટલાક જવાનો ઘાયલ થયા હતા. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે મંગળવારે લોકસભામાં જણાવ્યું હતું કે ભારતીય સેનાએ બહાદુરીપૂર્વક PLA (પીપલ્સ લિબરેશન આર્મી)ને અમારા ક્ષેત્રમાં અતિક્રમણ કરતા અટકાવ્યા અને તેમને તેમની પોસ્ટ પર પાછા ફરવા માટે મજબૂર કર્યા. રાજનાથ સિંહે એમ પણ કહ્યું કે આ અથડામણમાં ન તો ભારતીય સેનાનો એક જવાન શહીદ થયો છે કે ન તો કોઈ ગંભીર રીતે ઘાયલ થયું છે. તે જ સમયે, આ અથડામણ પછી, ચીને પણ કહ્યું કે સરહદ પર સ્થિતિ ‘સ્થિર’ છે.